Home દેશ - NATIONAL રશિયા-અમેરિકા પર ટૂંકમાં જ આત્મનિર્ભરતા ઘટાડાશે

રશિયા-અમેરિકા પર ટૂંકમાં જ આત્મનિર્ભરતા ઘટાડાશે

404
0

(જી.એન.એસ), તા.૧ નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે રશિયા, અમેરિકા, ઇઝરાયેલ સહિતના દેશો પર તેની આત્મનિર્ભરતાને ઘટાડી દેવાના પ્રયાસ હાથ ધર્યા છે. સરકારે ડિફેન્સ પ્રોડક્ટસની મેન્યુફેકચરિંગની નવી વ્યુહરચના પર કામ કરી રહી છે. જેના ભાગરૂપે ટેકનિકલ માહિતી એકત્રિત કરવા માટે રશિયા, અમેરિકા અને ફ્રાન્સ પર વધારે આધાર રાખવાની જરૂર રહેશે નહી. આના માટે મોદી સરકારના મેક ઇન ઇન્ડિયાને પણ પ્રોત્સાહન મળશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે આ આગામી ૧૫ વર્ષ માટે દેશના ડિફેન્સ સેક્ટર માટે અપનાવવામાં આવી રહેલા બે તરફીય વિજનના ભાગરૂપે છે. હાલમાં સરકારના પ્રિમિયમ થિંક ટેન્ક નિતી આયોગ આના પુર કામ કરે છે. સરકાર પોતાના મહત્વપૂર્ણ સપ્લાયર્સની સાથે ભાગીદારીની રણનિતીમાં ફેરફાર કરવા માટે તૈયાર છે. કોઇ એક પાર્ટનરની પાસે ખાસ કોઇ બાબત ન રહે તે વિષય પર કામ જારીછે. દેશને જરૂરી ટેકનોલોજી સરળતાથી મળી રહે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. નહેરુ યુગની જગ્યા લેનાર ૧૫ વર્ષના વિજન ડોક્યુમેન્ટમાં પ્રથમ વખત દેશના ડિફેન્સ સેક્ટરની સાથે સાથે ઇન્ટરનલ સિક્યુરિટી માટે રૂપરેખા પણ તૈયાર કરવામા ંઆવી રહી છે. જેને પહેલા પંચવર્ષીય યોજનાની હદથ દુર રાખવામાં આવી હતી. રશિયા ભારતના સૌથી મોટા લશ્કરી સાધન સપ્લાયર તરીકે છે. ત્યારબાદ અમેરિકા, ફ્રાન્સ અને ઇઝરાયેલ છે. ભારત સરકારે છેલ્લા ત્રણ વર્ષના ગાળામા ંજ રશિયાની સાથે પાંચ અબજ ડોલરથી વધારેના સંરક્ષણ સોદા કર્યા છે. અમેરિકા સાથે ૪.૪ અબજ ડોલરના સોદા થયેલા છે. વર્ષ ૨૦૧૨-૧૩થી ૨૦૧૪-૧૫ વચ્ચે ભારતે હથિયારોની ખરીદીના ૧૬૨ સોદા કર્યા હતા. જે પૈકી ૬૭ બીજા દેશો સાથે હતા. રશિયા સાથે ૧૮, અમેરિકા સાથે ૧૩ અને ફ્રાંસ સાથે ૬ કરાર થયા છે. રશિયા પાસેથી ટી-૯૦ ટેન્ક અને એસયુ-૩૦ ફાઈટર વિમાન નિયમિત મળી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસેક્સ વર્કરને પૈસા આપવાથી ગ્રાહક દ્વારા ઇનકાર રેપ નથી
Next articleઅમદાવાદના વસ્ત્રાલ નિરાંત ચોકડી પાસે ૩ રાઉન્ડ ફાયરિંગ, યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત