Home દુનિયા - WORLD એલન મસ્કે ટ્વિટર બોર્ડના બધા ડાયરેક્ટરોને હટાવી પોતાના હાથમાં લીધી કમાન

એલન મસ્કે ટ્વિટર બોર્ડના બધા ડાયરેક્ટરોને હટાવી પોતાના હાથમાં લીધી કમાન

29
0

દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના નવા માલિક બન્યા બાદ ઝડપથી નિર્ણયો લઈ રહ્યાં છે. કંપનીએ ભારતીય મૂળના સીઈઓ પરાગ અગ્રવાલ સહિત ઘણા અધિકારીઓને હટાવ્યા બાદ હવે મસ્કે કંપનીના બધા બોર્ડ ડાયરેક્ટરોને રજા આપી દીધી છે. હવે એલન મસ્ક ટ્વિટરના એકમાત્ર ડાયરેક્ટર છે. એક અમેરિકી અખબારના રિપોર્ટ અનુસાર એલન મસ્કના નજીકના લોકોએ જાણકારી આપી છે કે ટ્વિટરના 25 ટકા કર્મચારીઓને નોકરીમાંથી બહાર કરવામાં આવી સકે છે.

મસ્કે છટણીના મુદ્દા પર તેની સાથે ચર્ચા કરી છે. મસ્કના એક સહયોગી વીકેન્ડ પર ટ્વિટરના બાકી વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા, જેમાં ટ્વિટરના કન્ટેન્ટ મોડરેશન સિવાય 25 ટકા કર્મચારીઓને છટણીના મુદ્દા પર વાત થઈ છે. ઘણા વર્ષો સુધી મસ્કનું પ્રતિનિધિત્વ કરનાર એક પ્રસિદ્ધ સેલિબ્રિટી વકીલ એલેક્સ સ્પિરો આ ચર્ચામાં મુખ્ય રૂપથી સામેલ રહ્યાં હતા. સ્પિરો ટ્વિટર પર લીગલ, સરકારી સંબંધ, પોલિસી અને માર્કેટિંગ સહિત ઘણી ટીમોના મેનેજમેન્ટમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે.

લાંબા સમયથી મસ્કના સહયોગી રહેલા ડેવિડ સૈક્સ અને જેસન કેલકેનિસ વીકેન્ડમાં કંપની ડાયરેક્ટરીમાં જોવા મળી રહ્યાં છે. આ બંને પાસે કંપનીના સત્તાવાર ઈમેલ હતા અને તેનું શીર્ષક ‘સ્ટાફ સોફ્ટવેયર એન્જીનિયર’ હતું. ડિરેક્ટરીમાં મસ્કનું શીર્ષક CEO ​​હતું. આ વચ્ચે ટીમ તે નક્કી કરી રહી હતી કે છટણીના પ્રથમ રાઉન્ડમાં 7000 કર્મચારીઓમાંથી લગભગ ચોથા ભાગના લોકોને બહાર કરવામાં આવી શકે છે. આ છટણી દરેક વિભાગમાં થશે. આવનારા દિવસોમાં સેલ્સ, પ્રોડક્ટ, એન્જીનિયરિંગ, લીગલ અને સિક્યોરિટી ડિપાર્ટમેન્ટના કર્મચારીઓના વિશેષ રૂપથી પ્રભાવિત થવાની આશા છે.

એલન મસ્કે છટણીના સમાચારોનું ખંડન કર્યું હતું. જ્યારે છટણીને લઈને એક ટ્વિટર યૂઝરે ટ્વીટ કરી એલન મસ્કની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો તો તેમણે કહ્યું- આ સમાચાર ખોટા છે. તો એક અખબાર દ્વારા જોવાયેલા દસ્તાવેજો અનુસાર એન્જીનિયરો બાદ ટ્વિટરના કેટલાક સૌથી વધુ પગાર મેળવતા કર્મચારી સેલ્સમાં કામ કરે છે, અહીં કર્મચારી $300,000 થી વધુ કમાણી કરે છે.

આ ઘટનાક્રમ પર ટ્વિટર, મસ્ક, સ્પિરો, સૈક્સ અને કેલકેનિસે અખબારની વિનંતી પર કોઈ પ્રકારનો જવાબ આપ્યો નથી. એલન મસ્કે 28 ઓક્ટોબરે ટ્વિટરની કમાન સંભાળી હતી. માલિક બન્યા બાદ તેમણે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ, CFO નેડ સેગલ અને લીગલ અફેયર-પોલિસી હેડ વિજયા ગાડ્ડેને કંપનીમાંથી ટર્મિનેટ કરી દીધા હતા. એટલું જ નહીં મસ્કે તેમને કંપનીના હેડક્વાર્ટરમાંથી બહાર કઢાવી દીધા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજો બાઈડેને મોરબી દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું, “અમે ભારત અને ગુજરાતના લોકોની સાથે”
Next articleચીનમાં એપ્પલ ફેક્ટરીમાં લૉકડાઉનના ડરથી ભાગતા કર્મચારીઓનો વીડીયો થયો વાઈરલ