Home દેશ - NATIONAL મહારાષ્ટ્રના સોલાપુરમાં કારે ટક્કર મારતા 7ના થયા મોત, 6ને થઇ ગંભીર ઈજા

મહારાષ્ટ્રના સોલાપુરમાં કારે ટક્કર મારતા 7ના થયા મોત, 6ને થઇ ગંભીર ઈજા

42
0

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ જેમાં એક પૂરપાટ ચાલતી કારની ઝપેટમાં આવવાથી 7 તીર્થયાત્રીકોના થયા મોત. મૃતકોમાં પાંચ મહિલાઓ, બે પુરૂષ અને એક બાળક સામેલ છે. આ દુર્ઘટનામાં 6 યાત્રીકો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા છે. જાણવા મળી રહ્યું કે જે કારે તીર્થયાત્રીકોને ટક્કર મારી તેની સ્પીડ વધુ હતી. ટક્કર લાગવાથી સાત લોકોને ગંભીર ઈજા પહોંચી જેથી તેના ઘટનાસ્થળે મોત થયા છે. આ બધા તીર્થયાત્રી સોલાપુરથી પંઢરપુરની તરફ ચાલતા રવાના થયા હતા.

સ્થાનીક પોલીસ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ગાડી ચાલકની ધરપકડ કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સોલાપુરના એસપી સિરીષ સરદેશપાંડેએ કહ્યું કે સોલાપુર જિલ્લાના સાંગોલે ગામની પાસે એક રોડ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે અને અન્યને ઈજા પહોંચી છે. આ તીર્થયાત્રી પંઢરપુર જઈ રહ્યાં હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરફથી મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંહેએ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વીટ કર્યું કે, ‘કાર્તિકી યાત્રા માટે પંઢરપુર તરફ ચાલીને જઈ રહેલા તીર્થયાત્રીકોને સંગોલા મિરાજ માર્ગ પર એક વાહને ટક્કર મારી દીધી. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોને ભાવભીની શ્રદ્ધાંજલિ. મુખ્યમંત્રીએ કહ્યુ કે, અમે મૃતકોના પરિવારજનો અને શુભચિંતકોના દુખમાં સહભાગી છીએ. દરેક મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાયતા જાહેર કરવામાં આવી છે. સાથે તંત્રને ઈજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપવામાં આવી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચિક્કાર દારૂ પીધો અને જોશમાં હોશ ગુમાવી બેઠું આ કપલ, અને પછી તો જે થયું….
Next articleનિવૃત્ત કર્મચારીને યુવતીના વિડીયો કોલની પળભરની મજા લાખો રૂપિયામાં પડી