Home દેશ - NATIONAL માયાવતી સામે હવે બળવો થઇ શકે છે : રિપોર્ટમાં દાવો

માયાવતી સામે હવે બળવો થઇ શકે છે : રિપોર્ટમાં દાવો

353
0

(જી.એન.એસ), તા.૧ લખનૌ
પહેલા લોકસભા અને હવે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બહુજન સમાજપાર્ટીની કારમી હાર થયા બાદ પાર્ટીના કાર્યકરો અને ધારાસભ્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. માયાવતીની સામે બળવો થવાના સંકેત દેખાઇ રહ્યા છે. આાગામી દિવસો માયાવતીની સામે પડકારરૂપ રહી શકે છે. માયાવતીની સામે બળવો કરવાની તૈયારી કેટલાક સભ્યો કરી ચુક્યા છે. તેમની કામ કરવાની રીતથી તમામ લોકો નાખુશ છે. બહુજન સમાજ પાર્ટીમાં બળવો થવાના સંકેત હવે દેખાવવા લાગી ગયા છે. ૧૪મી એપ્રિલના દિવસે આમ્બેડકર જંયતિના પ્રસંગે એક રાજકીય મંચ બની શકે છે. આ મંચને પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીના વિકલ્પ તરીકે ગણવામાં આવે છે. આને લઇને પાર્ટીમાં ખેંચતાણની શરૂઆત થઇ ચુકી છે. પાર્ટીના પૂર્વ વિધાન પરિષદના સભ્ય અને માયાવતી સરકારમાં પ્રધાન રહી ચુકેલા કમલાકાંતચ ગૌતમ અને માયાવતીના પૂર્વ ઓએસડી ગંગારામ આંબેડકરે ૧૩ એપ્રિલના દિવસે રાજ્ય સ્તરના સંમેલન બોલાવવાની જાહેરાત કરી ચુક્યા છે. તેમણે કહ્યુ હતુ કે એ દિવસે મિશન સુરક્ષા પરિષદ નામથી નવા જુથ બનાવી દેવામાં આવનાર છે. ગૌતમ અને આમ્બેડકરે વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ બહુજન સમાજવાદી પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ હતુ. આંમ્બેડકરે કહ્યુ હતુ કે અમે એવા તમામ બહુજન સમાજવાદી પાર્ટીના સભ્યોને અને સમર્થકોને સાથે આવવા માટે અપીલ કરી ચુક્યા છીએ જે પાર્ટી સ્થાપક કાંશીરાંમના બહુજન મિશન પર કામ કરવા માટે ઇચ્છુક છે. તેમણે કહ્યુ હતુ કે પાર્ટીની હાલત સતત કફોડી બની રહી છે. આવી સ્થિતીમાં સભ્યોનો આત્મવિશ્વાસ ઘટી ગયો છે. માયાવતી કાર્યકરોના ઘટતા જતા નૈતિક જુસ્સા તરફ ધ્યાન આપી રહ્યા નથી. વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં માયાવતીની પાર્ટીને એકપણ સીટ મળી ન હતી. જ્યારે હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં માયાવતીની પાર્ટીને માત્ર ૧૯ સીટ મળી છે. બહુમતિ મળવા માટેનો દાવો માયાવતી કરી રહ્યા હતા. તમામ બાબતો સંકેત આપે છે કે કાંશી રામ દ્વારા બનાવવામાં આવેલી પાર્ટીની લોકપ્રિયતા ઝડપથી ઘટી રહી છે. લોકો આ પાર્ટીથી દુર થઇ રહ્યા છે. તેના પંરપરાગત મત પણ મળી રહ્યા નથી. બસપના પૂર્વ નેતાના કહેવા મુજબ નવા રાજકીય મંચમાં દલિતો, અતિ પછાત જાતિ અને સમાજના નબળા વર્ગના લોકોને સામેલ કરવામાં આવનાર છે. તમામને સાથે લઇને નવા કેડરની રચના કરવામાં આવનાર છે. વૈકલ્પિક મંચ તૈયાર કરવા અંગેનો નિર્ણય ૨૬મી માર્ચના દિવસે મળેલી બેઠકમાં કરવામાં આવ્યો હતો. જેમાં કેટલાક અસંતુષ્ટ નેતા હાજર રહ્યા હતા. માયાવતી સામે આગામી દિવસો ખુબ પડકારરૂપ રહી શકે છે. સ્થિતીને સામાન્ય કરવાના પ્રયાસો પણ કેટલાક દ્વારા કરાઇ રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleUS: અકસ્માતમાં ઘાયલ યુવાને આખરે દમ તોડ્યો
Next articleમોટર વ્હીકલ બીલને મંજુરીઃ કિશોરથી અકસ્માત થાય તો પરિવારજનોને સજા