(જી.એન.એસ), તા.૧અમદાવાદ
અમેરિકાના ન્યૂજર્સીમાં 36 વર્ષીય અમદાવાદી યુવક વિનોદ પટેલને 10 માર્ચના રોજ અકસ્માત બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેનું બે દિવસ પહેલા મૃત્યું થયું છે. યુવકને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેને અમેરિકાની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. પરિવારજનોને અમેરિકાના વિઝા ન મળતા વિનોદને હાલ અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. પુત્રને ગંભીર ઇજાઓ થઈ હોવાના સમાચાર સાંભળી ચિંતાતુર થયેલો અમદાવાદી પરિવાર અમેરિકા જવા માંગતો હતો પરંતુ તેમને વિઝા ન મળતા મદદ માટે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને એમ્બેસીનો સંપર્ક સાધ્યો હતો.
અમેરિકામાં 10મી માર્ચના રોજ થયેલા અકસ્માતમાં વિનોદ ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાદમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, વિનોદે 30 માર્ચની રાત્રે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જેનો મૃતદેહ આવતીકાલ સુધીમાં અમદાવાદ આવી જશે. વિનોદ આરએસએસનો બાળ સ્વયં સેવક પણ રહી ચૂક્યો છે. તેમજ વિનોદ ‘VD’ તરીકે કોલેજકાળ દરમિયાન વિખ્યાત હતો.
10મી માર્ચે વિનોદનો બર્થ ડે હતો અને તેની સાથે એવી ઘટના થઇ કે તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો અને કોમામાં જતો રહ્યો. અમેરિકામાં થયેલા વિનોદના એક્સિડન્ટ અંગે અમદાવાદમાં રહેતો તેમનો પરિવાર આઠ દિવસ સુધી અજાણ હતો. અમેરિકાના સામાજિક કાર્યકરની મહેનતના કારણે એક ભારતીય દ્વારા વિનોદ પટેલના મોટાભાઈ હિતેશ પટેલનો સંપર્ક કરી ઘટના અંગે જાણકારી આપી હતી. ઘટનાની જાણ થતા વિનોદનો પરિવાર અમેરિકા જવા માંગતો હતો પરંતુ કોઈ કારણોસર તેમને વિઝા મળ્યા નહોતા. આ મામલે તેઓએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો પણ સંપર્ક સાધ્યો હતો. જો કે, પ્રાપ્ત માહિતી અનુસાર વિનોદે બે દિવસ પહેલા જીવ ગુમાવી દીધો છે. વિનોદને હાલ અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે, બાદમાં તેના પરિવારજનો નક્કી કરશે કે તેને માંડલ લઈ જશે કે કેમ!
અમેરિકામાં અકસ્માત બાદ વિનોદને ગંભીર ઇજાઓ પહોંચતા કોઈ અજાણી વ્યક્તિ દ્વારા એમ્બ્યુલન્સ બોલાવી તેને (જર્સી સીટી મેડીકલ સેન્ટર) JCMC હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દાખલ થયેલા વ્યક્તિ વિશે હોસ્પિટલ સ્ટાફને કોઈ પણ પ્રકારની માહિતી ન હોવાથી એક સોશિયલ વર્કરે એક નોટ્સ રીલીઝ કરી હતી. જેમાં વિનોદની હાલત વિષે પરિવારને જાણ કરી શકાય તે માટે વિનોદ પટેલના પરિવારજનો કે સંબંધીના સંપર્કની માહિતી માંગવામા આવી હતી. આ વિશે હિતેશભાઈ શાહ નામના ભારતીય વ્યક્તિએ ગુગલ પરથી એડ્રેસ શોધીને 18 માર્ચની સવારે ચાર વાગે ઘટના અંગે ફોન કરીને વિનોદના પરિવારને માહિતી આપી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.