(જી.એન.એસ), તા.૧ નૈનીતાલ
ગંગા અને યમુના નદીને જીવિત વ્યક્તિનો દરજ્જો આપ્યા પછી ઉત્તરાખંડ હાઇકોર્ટે હવે એ કેટેગરીમાં ગંગોત્રી-યમુનોત્રી ગ્લેશિયર્સ, નદીઓ, તળાવો, હવા, જંગલો, ઝરણાઓ અને ઘાસના મેદાનોને પણ સામેલ કરી લીધા છે. હાઇકોર્ટે તેના આદેશમાં આ તમામને જીવિત વ્યક્તિઓના કેટલાંક કાયદાકીય અધિકારો આપવાની વાત કરી છે.
ન્યુઝ એજન્સી પ્રમાણે, જસ્ટિ રાજીવ શર્મા અને આલોક સિંહની ડિવિઝન બેન્ચે શુક્રવારે કોર્ટના પહેલાના આદેશનો વિસ્તાર વધારતા ગંગોત્રી અને યમુનોત્રી ગ્લેશિયર્સ પર ખાસ ભાર મુક્યો છે. બેન્ચે કહ્યું, ગંગોત્રી હિમાલયના સૌથી મોટા ગ્લેશિયર્સમાંની એક છે, પરંતુ તે ઝડપથી પીગળી રહ્યાં છે. 25 વર્ષોમાં તે 850 મીટરથી પણ વધુ પીગળી ગયો છે. આ જ રીતે યમુનોત્રી ગ્લેશિયરનું પીગળવું પણ ખતરનાક છે. ગ્લેશિયર્સનો બરફ ધરતી પર તાજા પાણીનો સૌથી મોટો સ્ત્રોત છે.
હાઇકોર્ટે કહ્યું, “આ તમામને એ જ હકો, ફરજો, જવાબદારીઓ, મૂળભૂત અને કાયદાકીય અધિકારો મળશે, જે જીવિત વ્યક્તિને મળે છે. જેનાથી તેમને જાળવી રાખી શકાય અને તેમનું સંરક્ષણ કરી શકાય.” આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમને પહોંચાડવામાં આવેલા નુકસાનને કોઇ માણસને નુકસાન પહોંચ્યું એમ માનવામાં આવશે.
હાઇકોર્ટે ઉત્તરાખંડના ચીફ સેક્રેટરી, નમામિ ગંગે પ્રોજેક્ટના ડાયરેક્ટર, નેશનલ મિશન ટુ ક્લીન ગંગાના ડાયરેક્ટર, નમામિ ગંગાના લીગલ એડવાઇઝર, ઉત્તરાખંડના એડવોકેટ જનરલ, ચંદીગઢ જ્યુડિશિયલ એકેડમીના ડાયરેક્ટર અને એકેડેમિક્સ, સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ એમસી મહેતાને નવી Humanised entities ના લીગલ ગાર્ડિયન તરીકે કામ કરવાનો આદેશ આપ્યો છે.
ઉત્તરાખંડ હાઇકોર્ટે 20 માર્ચે કહ્યું હતું, “ગંગા નદી દેશની પહેલી જીવિત નદી (living entity) છે અને તેને એ તમામ હકો મળવા જોઇએ જે કોઇ માણસને મળે છે.” હાઇકોર્ટે નદીકિનારે પથ્થરોને તોડવા વિરુદ્ધ દાખલ થયેલા એક કેસની સુનાવણી કરતી વખતે ગંગા નદીને જીવિત વ્યકિતનો દરજ્જો આપ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.