(જી.એન.એસ) તા.૧
વિદેશમાં ભારતીયો પર હુમલાના બનાવો વધવા માંડ્યા છે. અમેરિકા બાદ હવે પોલેન્ડમાં એક ભારતીય વિદ્યાર્થીને મારવાનો બનાવ સામે આવ્યો છે. અગાઉ એવો દાવો કરાયો હતો કે ગંભીર હુમલામાં વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે પરંતુ ત્યારબાદ એવા અહેવાલો આવ્યાં કે જે વિદ્યાર્થીને મારવામાં આવ્યો તે જીવિત છે. આ જાણકારી ખુબ વિદેશમંત્રી સુષમા સ્વરાજે આપી હતી. એટલું જ નહીં તેમણે આ અંગે પોલેન્ડમાં ભારતીય રાજદૂત અજય બિસારિયા પાસે રિપોર્ટની માગણી પણ કરી છે. વિદેશમંત્રીએ એ વાતનું આશ્વાસન આપ્યું છે કે ઘટનાના તમામ પહેલુઓ પર તપાસ થઈ રહી છે.
જર્મનીમાં રહેતા અમિત અગ્નિહોત્રી નામના એક વ્યક્તિએ સુષમા સ્વરાજને જણાવ્યું કે પોલીશ મીડિયામાં એક ભારતીય વિદ્યાર્થીને ખુબ જ ખરાબ રીતે મારવાની અને તેના મોતના અહેવાલો ચાલી રહ્યાં છે. અમિત જર્મનીમાં આઈટી એક્સપર્ટ છે. ત્યારબાદ સુષમાએ પોલેન્ડ ખાતેના ભારતીય રાજદૂત બિસારિયા સાથે વાત કરી હતી. વિદ્યાર્થી પર પોલેન્ડના પોઝનાન શહેરમાં હુમલો થયો હતો.
વિદ્યાર્થીએ અંગે ટ્વિટ કરતા સુષમા સ્વરાજે કહ્યું હતું કે સદનસીબે વિદ્યાર્થીનો જીવ બચી ગયો છે અને આ ઘટનાના તમામ પહેલુઓની તપાસ થઈ રહી છે. બિસારિયાએ પણ આ અંગે ટ્વિટ કરીને કહ્યું હતું કે પ્રાથમિક તપાસ મુજબ વિદ્યાર્થી પર બુધવારે પોઝનાન શહેરની ટ્રામમાં હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ પોઝનાનની ટ્રામમાં એક અજાણ્યા શખ્સે ભારતીય વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. ત્યારબાદ પીડિતે પોતાના એક મિત્રને ફોન કર્યો અને સ્થાનિકોની મદદથી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. વિદ્યાર્થીની ઓળખ અંગે ખુલાસો કરાયો નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.