Home દેશ - NATIONAL કેન્દ્રીય કેબિનેટે ખેડૂતો માટે રવિ પાકના MSP માં વધારાનો લીધો મોટો નિર્ણય

કેન્દ્રીય કેબિનેટે ખેડૂતો માટે રવિ પાકના MSP માં વધારાનો લીધો મોટો નિર્ણય

33
0

દિવાળી પહેલા સરકારે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન નિધિનો 12મો હપ્તો રિલીઝ કર્યો. તેના એક દિવસ બાદ ફરીથી એક ખુશખબર આપ્યા છે. કેન્દ્રીય કેબિનેટે રવિ પાકના MSP માં વધારો કર્યો છે. કેબિનેટે સરસવના MSP માં 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કર્યો છે. આ ઉપરાંત મસૂરના MSP માં 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને જ્યૂટની MSP માં 110 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કર્યો છે.

અને MSP માં 3 થી 9 ટકા વધારાની ભલામણ હતી પણ અત્રે જણાવવાનું કે MSP એ મૂલ્ય હોય છે જેના પર સરકાર ખેડૂતો પાસેથી પાક ખરીદે છે. એટલે કે સરકાર ખેડૂતો પાસેથી જે પાક ખરીદે છે તેના માટે જે કિંમતની ચૂકવણી કરે છે તેને MSP કહે છે. MSP થી ઓછી ચૂકવણી ખેડૂતોને સરકાર કરતી નથી. આ અગાઉ CACP એ ઘઉ સહિત તમામ રવિ પાકની એમએસપીમાં 3થી 9 ટકાના વધારાની ભલામણ કરી હતી. આશા મુજબ દાળોની એમએસપી પર સૌથી વધુ વધારો થયો છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજધાની દિલ્હીના પટેલ નગર વિસ્તારમાં હિન્દુ યુવકની હત્યા બાદ તણાવની સ્થિતિ બની
Next articleઓસ્ટ્રેલિયાએ આ નિર્ણય કરી ઈઝરાયેલને આપ્યો મોટો ઝટકો, જાણો કેમ કર્યું આવું?