Home દેશ - NATIONAL યોગીના રસ્તે નીતિશકુમાર, બિહારમાં પણ ગેરકાયદેસર કતલખાનાઓ પર તવાઈ

યોગીના રસ્તે નીતિશકુમાર, બિહારમાં પણ ગેરકાયદેસર કતલખાનાઓ પર તવાઈ

429
0

ઉત્તરપ્રદેશ બાદ હવે બિહારમાં પણ ગેરકાયદેસર કતલખાના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. રોહતાસ જિલ્લાના સાત ગેરકાયદેસર કતલખાનાઓને સીલ કરી દેવાયા છે. પટણા હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે રોહતાસના તમામ ગેરકાયદેસર કતલખાના 6 અઠવાડિયાની અંદર બંધ થવા જોઈએ. 31 માર્ચ સુધીમાં લાઈસન્સ રિન્યુ નહીં થવાના કારણે રોહતાસના બ્રિકમગંજ જિલ્લામાં પ્રશાસને 7 કતલખાના બંધ કરાવ્યાં. સિવિલ એસડીઓના નેતૃત્વમાં દરોડા પાડવામાં આવ્યાં હતાં.
બિહારમાં ભાજપના નેતાઓએ મુખ્યમંત્રી નીતિશકુમાર પર દબાણ બનાવતા ગેરકાયદેસર કતલખાનાઓને બંધ કરાવવાની માંગણી કરી હતી તદઉપરાંત જે કતલખાનાઓને લાઈસન્સ જારી કરાયા છે તેમના લાઈસન્સ રદ કરવાની પણ માગણી કરી હતી. આ મુદ્દો બિહાર વિધાનસભામાં ઉઠાવતા પ્રતિપક્ષના નેતા પ્રેમકુમારે કહ્યું હતું કે જો નીતિશકુમાર સરકારે જલદીથી ગેરકાયદેસર કતલખાના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરીને તેમને બંધ ન કરાવ્યાં તો આ મુદ્દે ભાજપ રસ્તાઓથી લઈને સદન સુધી આંદોલન કરશે.
આ મામલે બિહાર સરકારમાં પશુપાલન મંત્રી અવધેશકુમાર સિંહે પણ રાજ્યના તમામ ગેરકાયદેસર કતલખાનાઓને બંધ કરાવવા માટે તમામ જિલ્લાધિકારીઓને પત્ર લખ્યાં હતાં. બિહારમાં હાલ લગભગ 150 જેટલા ગેરકાયદેસર કતલખાનાઓ ચાલી રહ્યાં છે. ઉત્તરપ્રદેશ બાદ અનેક રાજ્યોમાં ગેરકાયદેસર કતલખાનાઓ પર કાર્યવાહીની માગ ઉઠી છે. ઝારખંડમાં ગેરકાયદેસર કતલખાનાઓને 72 કલાકનું અલ્ટીમેટમ અપાયું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઈરાન સાથે ભારતના સંબંધમાં ખટરાગ? ક્રુડ ઓઈલની આયાત પર 20 ટકાનો કાપ
Next articleપોલેન્ડમાં ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, વિદેશમંત્રીએ માંગ્યો રિપોર્ટ