સાબરકાંઠા જિલ્લાની છ નગરપાલિકામાં 500થી વધુ કર્મચારીઓએ પેનડાઉન કર્યું હતું. તો જૂની પેન્શન યોજના સહિતની 15 પડતર માંગણીઓને લઈને હવે કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. તો પેનડાઉનને લઈને હિંમતનગર પાલિકામાં આવેલા અરજદારોએ પાછા ફરવું પડ્યું હતું. તો પાલિકામાં હડતાલને લઈને બહારથી દરવાજા બંધ કરી બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતા. જૂની પેન્શન યોજના સહિત 15 જેટલી વર્ષોથી પડતર માંગણીઓને લઈને હવે પાલિકાના કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.
તો હડતાલ પહેલાં જ પાલિકાના કર્મચારીઓએ ચીફ ઓફિસરોને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારબાદ પેનડાઉન સ્ટ્રીટ લાઇટ બંધ, પાણી બંધ, સફાઈ બંધ વગેરે કાર્યક્રમોની ચીફ ઓફિસરને લેખિતમાં જાણ કરવામાં આવી છે. તો હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને તલોદમાં પાલિકાના 500થી વધુ કર્મચારીઓએ હિંમતનગર નગરપાલિકામાં સોમવારે પેન ડાઉનને લઈને પાલિકામાં આવતા અરજદારોએ પાછા ફરવું પડ્યું હતું.
તો પાલિકા બહાર કામકાજ બંધ હોવાનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું હતું. તો અરજદારોથી ધમધમતી નગરપાલિકા સોમવારે સુમસાન ભાસી રહી હતી. પાલિકામાં માત્ર કર્મચારીઓ જ જોવા મળ્યા હતા અને એ પણ ટેબલ પર બેસેલા તો પેનડાઉન પહેલાં જ હિંમતનગરમાં પાલિકામાં કર્મચારીઓએ બહાર એકઠા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને માંગણીઓની સંતોષવાની માંગ કરી હતી.
જો માંગણીએ સંતોષાય છે નહીં તો અગામી દિવસમાં આંદોલન ઉગ્ર બનશે તેવું સાબરકાંઠા મ્યુનિસિપલ કર્મચારી સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ અને મહામંત્રી હેમંત ધુવાડે જણાવ્યું હતું.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.