સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે નગરપાલિકાના વિવિધ વિકાસ કામોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના વરદહસ્તે લીંબડી નગરપાલિકાના કુલ રૂ 5.47 કરોડના 17 કામોનું ઈ-લોકાર્પણ તથા 29 કામોનું ઈ-ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. જેમાં વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના વરદ હસ્તે જીતુભા રાણા નગરપાલિકા ભવન ખાતે લીંબડી નગરપાલિકાના કુલ રૂ 5.47 કરોડના 17 કામોનું ઈ-લોકાર્પણ તથા 29 કામોનું ઈ-ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ડબલ એન્જિન સરકારે રાજ્યના શહેરી વિસ્તારોમાં અનેક નવા વિકાસલક્ષી કાર્યો કર્યા છે. પાણી, વીજળી, રોડ રસ્તા, પ્રાથમિક સુવિધાઓ, આરોગ્યલક્ષી અને શિક્ષણ સહિતની તમામ સુવિધાઓ લીંબડી નગરવાસીઓને પ્રાપ્ત થાય તે માટે નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે.જેના કારણે લીંબડી નગરપાલિકા વિસ્તારમાં અનેક નવા વિકાસકામો થઈ રહ્યા છે. આ ગ્રાન્ટના ઉપયોગથી આજે લીંબડી નગરપાલિકા વિસ્તારમાં રૂ.1.27 કરોડના ખર્ચે 17 કામોનું લોકાર્પણ તેમજ 4.20 કરોડના ખર્ચે 29 કામોનું ખાત મુર્હૂત કરવામાં આવ્યું છે.
આ તકે મંત્રીએ લીંબડી નગરને “સ્વરછ લીંબડી,સ્વસ્થ લીંબડી” બનાવવા સતત પ્રયત્નશીલ રહેવા માટે લોકોને અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસે લીંબડી નગરપાલિકા વિસ્તારમાં થયેલા વિકાસલક્ષી કાર્યોની વિગતે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, લીંબડીને હરિયાળું બનાવવા માટે વૃક્ષારોપણ માટે રૂ. 14 લાખની ગ્રાન્ટ મળી છે, એલ.ઇ.ડી લાઇટ માટે રૂ. 8 લાખની ગ્રાન્ટ, 20થી વધુ રોડના કાર્યો ગતિવંત છે. લીંબડીમાં પાણી, આરોગ્ય, શિક્ષણ સહીતની સુવિધાઓના કારણે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે.
આ ઉપરાંત, અગ્રણી જગદીશભાઈ મકવાણા, મુકેશભાઈ શેઠ, ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાળા, શંકરભાઈ દલવાડીએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. ‘સ્વરછ લીંબડી,સ્વસ્થ લીંબડી’, આપણું લીંબડી,આગવું લીંબડી, ‘એક લીંબડી, શ્રેષ્ઠ લીંબડી’ અંતર્ગત લીંબડી નગરપાલિકા વિસ્તારમાં પેવર બ્લોક, સી.સી.રોડ, કમ્પાઉન્ડ વોલ, આરોગ્ય, વીજળી, સાંસ્કૃતિક તેમજ વન અને પર્યાવરણલક્ષી સહિતના કુલ 17 કામોનું રૂ. 1.27 કરોડના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
લીંબડી નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની લાઈન, સી.સી રોડ સહિતના કુલ 29 કામોનું રૂ.4.20 કરોડના ખર્ચે થયેલ કાર્યોનું ઈ-ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સુરસાગર ડેરીના ચેરમન બાબાભાઈ ભરવાડ, અગ્રણી ચરણદાસ બાપુ, લાલદાસ બાપુ, કિરણભાઈ શાહ, ડો. ત્રિપાઠીજી, કાજલબેન તેમજ ચીફ ઓફિસર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.