Home ગુજરાત સમીમાં સામાજિક કાર્યકર પ્રેમચંદભાઇ પરમારના સ્મૃતિ ગ્રંથનું લોકાર્પણ

સમીમાં સામાજિક કાર્યકર પ્રેમચંદભાઇ પરમારના સ્મૃતિ ગ્રંથનું લોકાર્પણ

19
0

સમીની પ્રેમચંદભાઈ રા પરમાર (જય ભારત) હાઇસ્કુલ ખાતે વઢિયાર પંથકના પનોતા પુત્ર અને સામાજિક કાર્યકર શ્રી પ્રેમચંદભાઈ પરમારના જીવનકાર્યને આલેખતો સ્મૃતિ ગ્રંથ શ્રી પ્રે.રા.પરમાર સ્મરણિકા જીવન ઝરમર પુસ્તકનું વિમોચન અંબિકા ઇન્ડસ્ટ્રઝ,હારીજના શેઠ ભીખાભાઇ પટેલ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમા મહેમાનનો શાબ્દિક પરિચય સાહિલકુમાર વિરતીયાએ આપ્યો હતો અને સૌ આમંત્રિત મહેમાનએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.

પ્રેમચંદભાઈએ સૌ આમંત્રિત મહેમાનનો શાબ્દિક સ્વાગત અને પોતાના પુસ્તકનુ વર્ણન કર્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત-શુભદિનઅને ગરબો-વાગ્યો રે ઢોલ રજૂ કર્યો હતો.ત્યારબાદ સમારંભના અધ્યક્ષ ભીખાભાઇ પટેલ અને સૌ આમંત્રિત મહેમાનઓએ “શ્રી પ્રે.રા.પરમાર સ્મરણિકા જીવન ઝરમર” પુસ્તકનું વિમોચન કર્યુ હતું. જયારે સમારંભના અધ્યક્ષ ભીખાભાઇ પટેલે પ્રસંગોપત ઉદબોધન અને પછાત વર્ગની છાત્રાલાય માટે જરૂરિયાત મુજબ દાન આપવાની જાહેરાત કરી હતી.

આ પ્રસંગે મુસ્તુફાભાઇ મેમણ, સુબોધભાઇ દુદખિયા,હર્ષદભાઈ ડોડીયા,મંગળભાઈ સોલંકી,વશરામભાઇ પરમાર,પાલાભાઈ પરમાર,ઈમરાનભાઇ સૈયદ,કુબેરભાઈ વણકરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે અંબિકા ઇન્ડસ્ટ્રીઝ હારીજના શેઠ ભીખાભાઇ પટેલ, ભવાનભાઈ સિંધવ,વશરામભાઈ પરમાર, ઈમરાનભાઈ સૈયદ(ડેલિગેટ), અમથાભાઈ મકવાણા,દશરથભાઈ મકવાણા, પલાભાઇ પરમાર, દુદાભાઈ વણકર,મુસ્તુફાભાઈ મેમણ, મોહનભાઈ પટેલ,મંગળભાઈ સોલંકી, સંજયકુમાર દવે,મહેબૂબભાઇ સિપાઈ,બાલસંગજી ઠાકોર, પ્રેમચંદભાઈના સૌ શુભેચ્છકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન શૈલેન્દ્રસિંહ સોઢા અને આભારવિધિ વિપુલભાઈ પટેલે કરી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે લક્ષમણભાઇ દુદખિયા,સોમાભાઈ,યોગેશભાઈ દુદખીયા,જયેશભાઇ દુદખિયા,અશોક્ભાઇ, શૈલેષભાઇ,પ્રવિણભાઈ નાયી વગેરે ભારે જહેમત ઉઠાવવી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાટણમાં યુથ કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રાનું ભવ્ય સ્વાગત, મશાલ રેલી યોજાઈ
Next articleભરૂચ LCB ટીમે અંકલેશ્વરના અંદાડા ગામેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, એક ઝડપાયો, એક વોન્ટેડ