Home ગુજરાત ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 ના...

ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 ના મોત

38
0

રાત્રે ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ અધેલાઇ પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાળક સહિત 5 લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. ઘટનાને પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા રકત રંજીત બન્યો છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર પરિવાર અમદાવાદના વિરાટનગરનો છે.

અકસ્માતને પગલે હાઈવે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઊઠી હતી. ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. અને 108ની ટિમ તેમજ પોલીસે દોડી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ તથા 108 ટીમને થતા કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને સ્થાનિકોની મદદથી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વિશેષમાં મળતી માહિતી મુજબ, પાલીતાણા મહાતીર્થ દર્શન કરી અને પરત અમદાવાદ જઈ રહેલ પરિવારને અધેલાઈ પાસે અકસ્માત થતાં પાંચ વ્યક્તિઓના સ્થળ પર જ કરુણ મોત નીપજયું છે.

જેમાં એક 10 થી 12 વર્ષની ઉંમરનું બાળક છે. અને એક આધાર કાર્ડ મળ્યું છે જેમાં મહાવીર કુમાર રતનલાલ જૈન જે અમદાવાદના વિરાટ નગરનો પરિવાર છે. અમને કોલ મળતાં તરત જ હું અને મારા પાયલોટ હિંમતભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોચ્યાં હતા અને જ્યાં ટ્રક અને કારનો અકસ્માત થયો હતો જેમાં પાંચ લોકોના મોત થયા છે, જેમાં પાલીતાણા દર્શન કરી અમદાવાદ પરત ફરતા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field