રાજકોટ રહેતા સંજયભાઈ કાળાભાઈ સોલંકી ઉના પોલીસ સ્ટેશન પાસેથી કાર લઈને પસાર થતા હતા. ત્યારે મહિલા પીએસઆઇ નિમાવત દ્વારા તેમની રોકાવી કાર પૂરઝડપે ચલાવો છો તેમ કહી તેના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બાબતે સંજયભાઈ સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે, મને ખોટી રીતે હેરાન કરવા આવ્યો છે. જ્યાં ટ્રાફિક હોઈ ત્યા કાર કેવી રીતે ઝડપી ચલાવી શકાય, સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે તો સાચી હકીકત સામે આવશે. અન્ય લોકોને પણ મહિલા પીએસઆઇ દ્વારા ટારગેટ પૂરા કરવા માટે ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ બાબતે પીઆઈ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે, જે વ્યક્તિએ આક્ષેપ કર્યા છે તેની સામે એફઆઇઆર નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રહેતા સંજયભાઈ કાળાભાઈ સોલંકી તેઓ દીવ ખાતે મિટિંગ હોવાથી ઉનાથી દીવ તરફ જતા હતા. ત્યારે ઉના પોલીસ સ્ટેશનની સામે મહિલા પીએસઆઇ નિમાવતએ સંજયભાઈની કાર રોકાવી હતી અને કહેલ કે તમે પુરઝડપે કાર ચલાવો છો તેમ કહી પૈસાની માંગણી કરી હતી. જે માંગણી ન સ્વીકારતા યુવાનએ મહિલા પીએસઆઇ નિમાવતને જણાવેલ કે જે લીગલ પહોંચ થતી હોય તે આપી દો પૈસા ભરવા તૈયાર છું, તેમ છતાં પહોંચ ન આપી અને એફઆઈઆર નોંધી ગુનો નોંધ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
સંજયભાઈના જણાવ્યા મુજબ ઘણી રિક્વેસ્ટ કરી હતી તેમ છતાં સાહેબે પોતાના ટાર્ગેટ પૂરો કરવા માટે મારી વિરૂધ ફરિયાદ નોંધાવી હતી. અને હું રાજકોટ રહેતો હોવાથી તેમણે ઉના સુધી ધક્કા ખાવાનો વારો આવશે તેવી રિક્વેસ્ટ કરી પહોંચ આપવા જણાવેલ છતાં પીએસઆઇએ મનાઈ કરી હતી. વધુમાં જણાવેલ તેમનાં પત્ની રાજકોટ સરકારી હોસ્પિટલમાં જાેબ કરતા હોય તેવું કહેતા મહિલા પીએસઆઇએ તમારી પત્નીને પણ સાથે તારીખમાં લેતા આવજાે તેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
આમ છેલ્લા બે દિવસથી ઉનામાં મહિલા પીએસઆઇ નીમાવત પોતાની ફરક પર શહેરના મુખ્ય રસ્તા પર પસાર થતા ગરીબ મજુર વર્ગના લોકો તેમજ નામાંકીત લોકો સાથે મહિલા પીએસઆઇએ ખરાબ વર્તન કરતા હોવાના આક્ષેપો કર્યા હતા.
જેના કારણે લોકોમાં પણ ભારે રોષ વ્યાપી ઉઠવા પામેલ ત્યારે આ બાબતે રાત્રીનાં સમયે મોટી સંખ્યામાં એડવોકેટ સહિતના મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશને દોડી ગયેલ અને પીઆઈને આ અંગે વાકેફ કર્યાં હતાં.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.