ભાવનગરના વિવિધ વિસ્તારોમાં આર.સી.સી. રોડ, પેવર બ્લોક, બીટૂમીન રોડ સહિતના કુલ રૂ.૧૧.૪૬ કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે કરાયું હતું. તેમજ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ માટે રૂ.૬૦ લાખનાં ખર્ચે ફાયર બાઉઝરનું લોકાર્પણ કર્યું હતું. ભાવનગરના પ્રખ્યાત બોરતળાવ ખાતે ધનતેરસના દિવસે રૂ. ૨ કરોડના ખર્ચે મ્યુઝિકલ ફાઉન્ટેનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ભાવનગરવાસીઓને વિનામૂલ્યે આ ફાઉન્ટેનની મજા માણવા મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા સમાજ વિકાસ માટે સમાજ જીવનની અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. સામાન્ય રીતે સૌથી પહેલાં રોડ, ગટર, પાણીની સુવિધાઓ ઊભી કરવામાં આવે છે અને ત્યાર બાદની છેલ્લી કડીરૂપે બ્લોકની સુવિધાઓ ઉભી કરવામાં આવે છે. પરંતુ આજે જેમ-જેમ જરૂરિયાત ઊભી થાય તે પ્રમાણે સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. સાતત્યપૂર્ણ વિકાસ માટે સક્ષમ અને નીતિ સક્ષમ સરકાર હોવી જાેઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાને વિકાસની રાજનીતિ શીખવાડી છે.
સર્વગ્રાહી વિકાસ જાેવો હોય તો ભાવનગરમાં આવવું પડે તેવો વિકાસ કર્યો છે. અમારી ડબલ એન્જિનની સરકાર વિકાસની ગાડી સડસડાટ ચલાવી રહી છે. માલ મિલકતની કિંમત વધે તે વિકાસની પારાશીશી છે. તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. મંત્રીએ સાંજે વડવા-બ ખાતે રૂ. ૭૭ લાખના ખર્ચે આર.સી.સી. રોડ અને પેવર બ્લોકનું ખાતમુહૂર્ત, શાસ્ત્રીનગર ખાતે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા ખાસ મરામત હેઠળ ધારાસભ્ય ગ્રાન્ટ હેઠળ રૂ. ૭૪ લાખના ખર્ચના પેવર બ્લોકના કામોનું ખાતમુહુર્ત, રૂ. ૯૨૫ લાખના ખર્ચે કાળીયાબીડ-સીડસર-અધેવાડા વોર્ડના વિવિધ રસ્તાનું બીટૂમીન પેવર રોડ, આર.સી.સી.રોડના કામોનું ખાતમુહુર્ત, ચિત્રા-ફુલસર-નારી વોર્ડમાં રૂ. ૨૦ લાખના આર.સી.સી.રોડ તેમજ રૂ. ૫૦ લાખના ખર્ચેના પેવિંગ બ્લોકના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.
જરૂરિયાત પૂર્ણ થાય તેને વિકાસ કહેવાય. ભાવનગર ઝડપથી વિકાસ પામી રહ્યું છે. તેના મૂળમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ અવસરે ડેપ્યુટી મેયર કુણાલ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુ ધામેલીયા, પક્ષના નેતા બુધા, મ્યુનિસિપલ કમિશનર એન.વી ઉપાધ્યાય, સ્થાનિક નગરસેવકો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.