પાટણ જિલ્લામાં સમી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં એક પોલીસ કર્મીનું તાજેતરમાં આકસ્મિક અવસાન થયું હતું. તેથી અવસાન પામેલા પોલીસ કર્મીના પરિવારને આર્થિક રીતે મદદરુપ થવાની ભાવના સાથે પાટણ પોલીસ દ્વારા સ્વૈચ્છિક ફાળો એકત્ર કરી રુપિયા 6 લાખ 13 હજાર અર્પણ કર્યા હતા અને મૃતક પોલીસકર્મીના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. સમી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સવદાસ રબારીનું તાજેતરમાં આકસ્મિક અવસાન થયું હતું.
જેથી તેમના પરિવારજનો પર આવી પડેલી આકસ્મિક દુઃખની ઘડીમાં સહભાગી બનવા અને પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ બનવાની ભાવના સાથે પાટણ જિલ્લા પોલીસ વડા સહિત પાટણ પોલીસ દ્વારા સ્વૈચ્છિક ફાળો એકત્ર કર્યો હતો અને સવદાસ રબારીના ધર્મ પત્ની અને પુત્રને જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે બોલાવ્યા હતા.
જિલ્લા પોલીસ વડા વિજય પટેલે કુલ રૂપિયા 6 લાખ 13 હજાર અર્પણ કરી સવાદાસ રબારીના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલી સમર્પિત કરી હતી અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. મૃતક પોલીસ કર્મચારીના પરિવારજનોએ જિલ્લા પોલીસ વડા સહિત પાટણ પોલીસ કર્મચારીઓનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.