શહેરમાં આપઘાતના બનેલા અલગ અલગ બનાવોમાં 4 લોકોએ જીવન ટૂંકાવ્યું હતું.ઈચ્છાપોર અંબિકા નગરમાં રહતો ઈન્દ્રજીત ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર છે. ઈન્દ્રજીત કામથી દમણ ગયો હોવાથી તેની પત્ની પ્રિયંકા(27)એ તેને ફોન કરી કરવા ચોથની ઉજવણી માટે રૂપિયા માંગ્યા હતા. ઈન્દ્રજીતે સાંજ સુધીમાં વ્યવસ્થા કરવાનું કહેતા પ્રિયંકાને માઠુ લાગી આવ્યું હતુ અને તેણે થોડો સમય બાદ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અમરોલીમાં યુવકે આર્થિક સંકડામણના કારણે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝમાં રહેતો 40 વર્ષીય ક્રિયાસિંધુ પરિધા છેલ્લા 15 દિવસ કામ છોડી દઈને અવાવરું રખડતું જીવન જીવતો હતો. સવારે અંજની ઇન્ડસ્ટ્રીઝના ચોથા માળની રૂમમાં તેણે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. ક્રિયાસિંધુને કોઈ કામ ધંધો મળતો ન હતો અને દિવાળી માં વતન રૂપિયા મોકલવાના હોવાથી ટેનશનમાં હતો.
જેથી આર્થિક સંકડામણમાં તેણે આપઘાતનું પગલું ભર્યાની આશંકા વ્યકત કરાઇ છે. સરથાણામાં બીમારીથી કંટાળીને 2 મહિલાએ ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું હતું. પાસોદરામાં રહેતા અરવિંદ વાઘાણીની પત્ની સંગીતાબેને ઝેર પીતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જ્યાં ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.અન્ય બનાવમાં યોગીચોક રહેતા અમિત પરમારની પત્ની હેતલબેન બીમારીથી કંટાળીને ઝેર પી લેતા ટૂંકી સારવાર બાદ મોત થયું હતું.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.