રાજસ્થાન-હરિયાણા સમાજે ઇન્ડોર સ્ટેડિયમમાં દિવાળીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડે વડાપ્રધાન મોદીને દેવદૂત ગણાવ્યા હતા. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, ‘પોતાની કર્મઠતા, શ્રેષ્ઠતા થકી રાજસ્થાન હરિયાણાના ઉદ્યોગકારોએ સુરતને આર્થિક શક્તિનું કેન્દ્ર બનાવ્યું છે. સુરતે દેશના તમામ પ્રાંતોથી રોજગાર અર્થે આવેલા દેશવાસીઓને દિલથી અપનાવ્યા છે. સુરતની ભૂમિ મીની ભારત છે.
સુરતની સામૂહિકતાની શકિત અને એકતાની શ્રેષ્ઠ કાર્ય સંસ્કૃતિએ સમગ્ર દેશ માટે ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયું છે. સાંજે કાર્યક્રમની શરૂઆત થઇ હતી. ધીમે ધીમે એક જ ડ્રેસ કોડમાં રાજસ્થાની અને હરિયાણા સમાજની મહિલાઓ જોડાતી ગઈ હતી. ધીમે ધીમે સમગ્ર સ્ટેડિયમ બંને સમાજના લોકોથી ખીચોખીચ થઇ ગયું હતું. રાજસ્થાની અને હરિયાણા સમાજની મહિલાઓએ પરંપરાગત વસ્ત્રો પહેરીને સમારંભની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
સુરતનું પાણી અસરદાર છે. સુરતના પાણીદાર લોકોનું દિલ ખૂબ મોટું છે. એટલે જ દેશના સર્વ રાજ્યોના કર્મયોગીઓને આત્મીયતાથી આવકાર્યા છે અને સામૂહિક શક્તિના જોરે આર્થિક મોરચે નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. 20 કરોડ ઉજ્જ્વલા ગેસ કનેક્શન, કોરોના કાળમાં 90 કરોડ લોકોને નિઃશુલ્ક અનાજ-ભોજન પુરુ પાડી રહ્યાં છે. ઉપરાષ્ટ્રપતિ જમીન સાથે જોડાયેલા નિર્મળ વ્યક્તિત્વના ધની છે.
તેમની કાર્યક્ષમતા અને દક્ષતાનો લાભ દેશવાસીઓને મળી રહ્યો છે. ગુજરાતની ધરતીએ દેશને ગાંધીજી અને સરદાર પટેલ જેવા આઝાદીના લડવૈયાઓ અને વડાપ્રધાન મોદી, અમિત શાહ જેવા ઘડવૈયાઓ આપ્યા છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.