માંડવી તાલુકાના બડતલ ગામની સીમમાં ટ્રકનો જોઈન્ટ તૂટી જતાં બંધ પડેલી ટ્રકમાં મોપેડ ઘુસી જતા મોપેડ ચાલક યુવકને ગંભીર ઈજા થઇ હતી. ઘટના સ્થળ પર આવેલ 108ના ડોક્ટરે યુવકને તપાસતા તેને મૃત જાહેર કર્યો હતો. માંડવી તાલુકાના જુના કાકરાપાર ગામે નારવા ફળિયામાં રહેતાં નીતિનભાઈ સેવાભાઈ ચૌધરી નાઓ ઓઓ પાસે આઇસર ટ્રક (જીજે 18 એટી 9048) છે. માંડવી ખાતે તેમની ટ્રક સર્વિસ કરાવી પરત ઘરે ફરી રહ્યા હતાં.
ટ્રકનો ડ્રાઇવર ગુરજીભાઈ પોસાભાઈ વસાવા ટ્રક લઈ ઘરે આવી રહ્યા હતા. આ દરમિયાન ફેદરિયાથી ઉકાઈ તરફ જતા રોડ પર બદતલ ગામની સીમમાં આશ્રમની સામે રોડની બાજુએ તેમના ટ્રકનો જોઈન્ટ તૂટી જતા ટ્રક રોડ પર ખોટકાઈ હતી. ટ્રક ખોટકાતા ટ્રકની આગળ અને પાછળ ઝાડની ડાળીની આડાશ તેમજ પાર્કિંગ લાઈટ અને સિગ્નલ લાઈટ ચાલુ કરી હતી. મિકેનિક ટ્રકનું સમાર કામ કરી રહ્યો હતો તે દરમિયાન રાત્રીના અંધારામાં ટ્રકની પાછળ સુઝુકી એક્સેસ મોપેડ (જીજે 19 ડીએફ 6190) ચાલક ધડાકા ભેર ટ્રકમાં ઘૂસી જતા ગંભીર ઈજા થઈ હતી.
અકસ્માતમાં યુવકને ગંભર ઈજા થતાં લોહી લુહાણ થઈ ગયો હતો. નીતિનભાઈએ 108ને જાણ કરતાં એમ્બ્યૂલન્સ ઘટના સ્થળે આવી ઈજાગ્રસ્તની તપાસ કરતાં યુવકને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત થયો હોય જે અંગેની જાણ ગ્રામજનોને થતાં ગ્રામજનો એકત્ર થઈ જતાં મોપેડ ચાલકની ઓળખ થઈ હતી.
મોપેડ ચાલકનું નામ આર્તિક કનુભાઈ ચૌધરી હોવાનું જાણવા મળેલ હતું. અકસ્માત અંગે ટ્રક માલિકે માંડવી પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.