Home દુનિયા - WORLD જિમમાં બે યુવતીઓ વચ્ચે મારામારી, એકબીજાના વાળ ખેંચ્યાનો વીડીયો થયો વાઈરલ

જિમમાં બે યુવતીઓ વચ્ચે મારામારી, એકબીજાના વાળ ખેંચ્યાનો વીડીયો થયો વાઈરલ

29
0

પોતાની ફિટનેસ માટે લોકો જિમ જાય છે. ખુબ મહેનત કરી બોડી બનાવે છે. કસરતની સાથે મિત્રતા પણ થતી ગોય છે. પરંતુ અહીં ક્યારેક અખાડો પણ બની જતો હોય છે. યુવકો જિમમાં ઝગડો કરે તેવા સમાચાર તો મળતા હોય છે. પરંતુ આ વખતે મામલો બે યુવતીઓનો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે એક જિમનો વીડિયો છે. અહીં બે યુવતીઓએ જિમને યુદ્ધનું મેદાન બનાવી દીધુ. બંને વચ્ચે એક્સરસાઇઝને લઈને મારામારી થઈ છે. વીડિયોમાં બંને યુવતી એકબીજાને મારવાનો પ્રયાસ કરી રહી છે.

સોશિયલ મીડિયા પર જિમનો એક વીડિયો વાયરલ થયો છે. તે 28 સેકેન્ડનો છે. તેમાં પિંક શોર્ટ અને બ્લેક ટી-શર્ટમાં એક યુવતી જોઈ શકાય છે. તે રાહ જોઈ રહી છે. જે ઇક્વિપમેન્ટ પર તે એક્સરસાઇઝ કરવા ઈચ્છતી હતી તેના પર બીજી કોઈ યુવતી કસરત કરી રહી છે. પહેલી યુવતી હટવા બ્લેક ટીશર્ટ પહેરેલી પોતાના સ્મિથ મશીન તરફ આગળ વધે છે. અચાનક ત્યારે ગ્રીન ટી-શર્ટ અને બ્લેક લોઅર પહેરેલી યુવતી તેને ધક્કો મારી મશીન પર કબજો કરવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ બંને યુવતીઓ વચ્ચે જોરદાર લડાઈ શરૂ થાય છે.

બંને એકબીજાના વાળ પકડી લે છે. એક બીજાને લાતો મારે છે. આ તમાશો જિમમાં લાગેલા કેમેરામાં રેકોર્ડ થઈ જાય છે. આ બંને યુવતીઓને ઝગડો કરતી જોઈ ત્યાં હાજર અન્ય યુવતીઓ અને મહિલાઓ બંનેને બચાવવા માટે આવે છે. ઓનલાઇન શેર થયા બાદ આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે. વીડિયો પર લોકો અલગ-અલગ રિએક્શન આપી રહ્યાં છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field