આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાનો જે વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને ગોપાલ ઇટાલીયા સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે, તેની વિરોધમાં આપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદારો ગઢમાં થયેલી તિરંગા યાત્રામાં ખૂબ ઓછા લોકો સમર્થનમાં આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા તેના નિર્ધારિત સમય કરતા દોઢ કલાક બાદ શરૂ થઈ હતી. આશ્ચર્યજનક રીતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષના સમર્થનમાં જાહેર કરેલા સ્થળ ઉપર માત્ર 30થી 40 કાર્યકર્તા એકત્રિત થયા હતા.
શહેર સંગઠન દ્વારા તમામ કાર્યકર્તાઓને તિરંગા યાત્રામાં જોડાવવા માટેનું સૂચન કરવામાં આવ્યું હોવા છતાં પણ માત્ર કોર્પોરેટરો અને તેમના એક બે સમર્થકો દેખાયા હતા. સુરત શહેરમાં જે વિસ્તારમાંથી સૌથી વધુ આમ આદમી પાર્ટીને મત તો મળ્યા છે, તે વિસ્તારમાં જાણે ગોપાલ ઇટાલીયાને કોઈ સમર્થન મળતું ન હોય તેવું દેખાયું છે. તિરંગા યાત્રા મનોજ સોરઠીયાના અધ્યક્ષ સ્થાને નીકળવાની હતી. સ્થળ ઉપર વધુ લોકો એકત્રિત ન થતા મનોજ સોરઠીયા પણ યાત્રામાં વિલમથી જોડાયા હતા.
જે પાટીદાર ગઢના આધારે આમ આદમી પાર્ટી ઇલેક્શન લડવા નીકળી છે, ત્યાં જો માત્ર પ્રદેશ પ્રમુખ માટે દોઢસો બસો લોકો ભેગા થતા હોય તો એમના માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ઉપર ખોટા કેસ કર્યો યા હોવાને કારણે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કામકાજનો દિવસ હોવાને કારણે લોકો ખૂબ ઓછી સંખ્યામાં જોડાયા છે. તાત્કાલિક તિરંગા યાત્રાનું આયોજન કર્યું હોવાથી કાર્યકર્તાઓની સંખ્યા પણ ઓછી દેખાય છે.
તિરંગા યાત્રાની શરૂઆત થવાનો સમય થઈ ગયો હોવા છતાં પણ કાર્યકર્તા હાજર ન રહેતા આપના હોદ્દેદારોની સ્થિતિ દયનીય થઈ ગઈ હતી. સ્થળ ઉપર લોકોના દેખાતા હોદ્દેદારો એકબીજાના વિસ્તારના કાર્યકર્તાને ફોન કરી કરીને બોલાવી રહ્યા હતા અને ઉગ્રતાથી વાતો કરતા હતા.
ઘણા સંગઠનના લોકો એકબીજા સાથે ફોન ઉપર વાત કરતા જાણે એક બીજા ઉપર દોષનો ટોપલો ચાલતા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.