Home ગુજરાત આણંદ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ હંસાબેન પરમારના હસ્તે ખેડૂત જનસેવા કેન્દ્રનું લોકાર્પણ...

આણંદ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ હંસાબેન પરમારના હસ્તે ખેડૂત જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું

24
0

આણંદ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમારના હસ્તે ખેડૂત જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કેન્દ્રમાં ખેડૂતો વિવિધ સરકારી સહાય માટે ઓનલાઈન અરજી કરી શકશે. આ પ્રસંગે ખેતીવાડી અધિકારી ચિંતન પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોને સરકારી સહાય મેળવવા માટેની અરજી ખેડૂત જનસેવા કેન્દ્રથી કરી આપવામાં આવશે. જેમાં કૃષિ, પશુપાલન, બાગાયત અને મત્સ્યપાલનની વિવિધ સહાયકારી યોજનાઓની અરજીઓ કરી આપવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, ખેડૂતોને ખેતીને લગતા કોઈ પ્રશ્ન હોય તો અહીંથી તેના અંગેની જરૂરી તથા ખેડૂતોને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવશે. આ લોકાર્પણ બાદ હાજર રહેલા ખેડૂતોને તેઓને મળવાપાત્ર વિવિધ સહાય માટેની ઓનલાઇન અરજી કરીને તેમની કરેલ અરજીની પ્રિન્ટ કાઢી આપવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સંજય પટેલ, જિલ્લા કારોબારી સમિતિના ચેરમેન પ્રદીપભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પદાધિકારીઓના અધિકારીઓ હાજર અને અરજદાર ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનડિયાદમાં પીડાતા બાળકની સારવાર માટે રૂપિયા 50 લાખ સરકારમાંથી થયા મંજૂર
Next articleગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર ટ્રકની 5 કિલોમીટર લાંબી કતાર,