આ વર્ષે ખેડૂતોને વરસાદના કારણે ખેડૂતોના પાક સારો એવો આવ્યો હતો પરંતુ આ તાજેતરમાં અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસ પડેલા વરસાદના કારણે કેટલાય ગામડાના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા. જેના કારણે ખેત જણસોમાં વરસાદના કારણે નુકસાન જોવા મળી રહ્યું છે. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 2 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા ખેડૂતો નુકસાન થયાનું જણાવી રહ્યા છે.
બીજી તરફ અહીં સાવરકુંડલા, ધજડી, અભરામપરા, ઘનશ્યામનગર સહિત ગામડાના ખેડૂતોને નુકસાન ગયા હોવાનુ ખેડૂતો કહી રહ્યા છે. અહીં મગફળીના પાથરા ખેતરોમાં પાથરેલા હતા તે વરસાદના કારણે પલળી જવાના કારણે ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ આખું વર્ષ મહેનત કરી ખેતી કરી હતી અને તેવા સમયે સતત 4 દિવસ પડેલા વરસાદના કારણે ભારે મુશ્કેલી સર્જાય ગઈ છે.
અહીં સાથે કપાસ પણ આ વર્ષે સારો આવ્યો હતો જેના કારણે કેટલાક વિસ્તારમાં કપાસ પણ પલળી ગયો છે. જેથી કપાસમાં પણ નુકસાન જોવા મળી રહ્યું છે. બીજી તરફ સરકાર સમક્ષ સર્વે કરાવી ખેડૂતોને નુકસાન મુજબ વળતર ચૂકવવા માંગ ઉઠાવી રહ્યા છે. અહીં દિવાળી જેવો તહેવાર આવતા દિવસોમાં આવી રહ્યો છે. કેટલાક ખેડૂતો દિવાળી તહેવાર સમયે દિવાળી સારી રીતે જાય તે માટે કપાસ અને મગફળી નું વહેચાણ કરવાના હોય છે
અને તેવા સમયે ખેડૂતોનો માલ યાર્ડમાં વહેચાય તે પહેલા પલળી જવાના કારણે ખેડૂતો ઉપર વધુ એક આફત નું સંકટ છવાયુ છે. 3 દિવસ ધીમે ધીમે વરસાદ આવ્યો પછી ચોથા દિવસે બોવ વરસાદ આવ્યો એટલે મારી 10 વિઘાની શીંગના પાથરા પલળી ગયા અને કપાસને પાણી અડે એટલે પૂરું થઈ જાય હવે મને મારા પાકનો જે સારો ભાવ મળવાનો હતો એ નહિ મળે કેમ કે વરસાદના કારણે કપાસ મગફળી પોચા પડી ગયા છે.
ખેડૂત વનમાળીભાઈએ જણાવ્યું કે, અહીં દરેક ખેડૂતોને પૂછો બધાને નુકસાન ગયું છે. સરકારને અમારી વિનંતી છે સર્વે કરાવી ખેડૂતોને નુકસાન પ્રમાણે વળતર ચૂકવે તો દિવાળી સારી જાય તેમ છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.