ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-3 પરીક્ષા વલસાડ જિલ્લામાં 16 ઓક્ટોબરે 24 પરીક્ષા કેન્દ્રો ખાતે લેવાશે. જેમાં 6011 ઉમેદવારો પરીક્ષા આપશે. સવારે જિલ્લા કો-ઓર્ડીનેટર અને કલેકટર ક્ષિપ્રા એસ. આગ્રેની અધ્યક્ષતામાં પરીક્ષાલક્ષી બેઠક મળી હતી. જેમાં તમામ આનુસંગિક બાબતો આવરી લેવાઈ હતી.
કલેકટર દ્વારા પરીક્ષાલક્ષી સુચારૂ આયોજન કરી પરીક્ષાની તમામ કામગીરી તટસ્થ રીતે કરવાની સંબંધિત તમામ અધિકારીઓને સૂચના આપી હતી. તમામ પેટા પરીક્ષા કેન્દ્રો પર ભૌતિક સગવડો જેવી કે ફરજિયાત સી.સી.ટી.વી. કેમેરાની સગવડ, બ્લોકની વ્યવસ્થા, કંપાઉન્ડ, લાઇટ, પંખા, પીવાના પાણીની સુવિધા સાથે ઉપલબ્ધ છે.
આ પરીક્ષા સંદર્ભે કલેક્ટર કચેરીના સ્ટાફ,જિલ્લા તિજોરી કચેરીના સ્ટાફ (કન્ટ્રોલ રૂમ), જિલ્લા પોલીસ અધિક્ષકશની કચેરીના સ્ટાફ, જિલ્લા શિક્ષણાધિકારીના સ્ટાફ અને પરીક્ષા સ્થળો પર સ્થળ સંચાલકશ્રીઓ અને પરીક્ષા સ્થળનો તમામ સ્ટાફ, 5-ઝોનલ અધિકારીઓ, 24-આયોગના પ્રતિનિધિઓ, 24-તકેદારી સુપરવાઇઝરઓ તરીકે વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.