Home દેશ - NATIONAL મોદી કેબિનેટે રેલવે કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી

મોદી કેબિનેટે રેલવે કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી

28
0

તહેવારની સીઝનમાં કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. મોદી કેબિનેટે રેલવે કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોસન આપવામાં આવશે. રેલવેના 11.27 લાખ કર્મચારીઓને 1832 કરોડ રૂપિયાનું બોનસ આપવામાં આવશે. આ સાથે કેબિનેટે તેલ વિતરણ કંપનીઓને 22000 કરોજ રૂપિયાની વન ટાઇમ ગ્રાન્ટ આપી છે, જેણે આંતરરાષ્ટ્રીય બજારમાં એલપીજીનો ભાવ વધવા છતાં ઘરેલૂ બજારમાં તે રીતે વધારો ન કરતા જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરી શકાય. તેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે.

પત્રકાર પરિષદમાં કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ગુજરાતના કંડલામાં દીન દયાલ પોર્ટ ઓથોરિટી હેઠળ એક કન્ટેનર ટર્મિનલ અને એક Multi Purpose Cargo Berth બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં આશરે 6 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. અને આ શિવાય પણ કેબિનેટની બેઠકના અન્ય નિર્ણયો લેવાયા જેમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ઉત્તર પૂર્વી રાજ્યોમાં માળખાગત અને અન્ય સામાજિક માળવાના વિકાસ માટે PM – devINE યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ સ્કીમ ચાર વર્ષ (2025-2026 સુધી) હશે. તે જ સમયે, તેમણે એ પણ માહિતી આપી કે કેન્દ્રીય કેબિનેટે બહુ-રાજ્ય સહકારી મંડળીઓ (સુધારા) બિલ, 2022 ને મંજૂરી આપી છે, જે બહુ-રાજ્ય સહકારી મંડળી અધિનિયમ, 2002 માં સુધારો કરવા માંગે છે. જેમાં 97માં બંધારણીય સુધારાની જોગવાઈઓ સામેલ હશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં મિલકત દસ્તાવેજ સબ રજીસ્ટ્રારની કચેરી હવે ગ્રાઉન્ડ ફ્લોર પર શરૂ થતા મહેસૂલ મંત્રીએ કરી પ્રશંસા
Next articleગુજરાતમાં 23 આઈએએસ અધિકારીઓ બાદ હવે સિનિયર આઈપીએસની ટ્રાન્સફરો છે તૈયાર!