Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ડિવિઝન બેંચના બન્ને જજના મત અલગ, હવે અંતિમ નિર્ણય સુપ્રીમ કોર્ટની મોટી...

ડિવિઝન બેંચના બન્ને જજના મત અલગ, હવે અંતિમ નિર્ણય સુપ્રીમ કોર્ટની મોટી બેંચ કરશે

36
0

શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવાના કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ હેમંત ગુપ્તા અને સુધાંશુ ધુલિયાની ડિવિઝન બેંચ આ મામલે પોતાનો ચુકાદો જાહેર કર્યો. શિક્ષણ સંસ્થાનોમાં હિજાબ પર પ્રતિબંધના મામલે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આપવામાં આવ્યો. હિજાબ કેસમાં સુપ્રીમ કોર્ટના બન્ને જજોનો મત અલગ અલગ છે. સંવિધાનિક પીઠને મોકલવામાં આવી શકે છે. જસ્ટિસ ગુપ્તાએ પ્રતિબંધનો વિરોધ કરતી અરજીને ફગાવી દીધી. બીજી તરફ જસ્ટિસ સુધાંશુ ધુલિયાનો નિર્ણય હિજાબ પર પ્રતિબંધના પક્ષમાં છે. બન્ને જજોનો નિર્ણય એકબીજાથી સાવ અલગ અલગ છે.

હિજાબ પર પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ સોંપી દેવાયો છે. જે અંતર્ગત હવે આ મામલો સુપ્રીમ કોર્ટની મોટી બેંચ સમક્ષ સોંપી દેવામાં આવ્યો છે. હવે ત્રણ જજોની બેંચ હિજાબ કેસ અંગે નિર્ણય આપશે. બે જજોની બેંચ વચ્ચે આ મામલે મતમતાંતર સામે આવતા હવે સુપ્રીમ કોર્ટની મોટી બેંચને આ મામલો ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે, આ પહેલા સુપ્રીમ કોર્ટે હિજાબ કેસમાં કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી વિવિધ અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

આ કેસમાં 21 વકીલો વચ્ચે દસ દિવસ સુધી દલીલો ચાલી હતી. શિક્ષણ સંસ્થાનોમાં હિજાબ યથાવત રહેશે કે નહીં. તે મુદ્દે ભારે ઓહાપોહ મચ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આજે આ મામલે મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો. જેમાં બે જજોની બેંચ વચ્ચે મતમતાંતર જોવા મળ્યું. કર્ણાટક હાઈકોર્ટમાં આજ વર્ષે 15 માર્ચના રોજ ઉડુપ્પીના સરકારી પ્રી યૂનિવર્સિટી ગર્લ કોલેજની મુસ્લિમ વિદ્યાર્થિનીઓની એ અરજીને ફગાવી દેવાઈ હતી, જેમાં વર્ગ ખંડ એટલેકે, ક્લાસમાં હિજાબ પહેરવાની મંજૂરી માંગવામાં આવી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાટણનાં જલારામ મંદિરની પાછળની ગલીમાં ઇકોએ ટક્કરે વૃદ્ધાનું થયું મોત
Next articleસુરતમાં મિલકત દસ્તાવેજ સબ રજીસ્ટ્રારની કચેરી હવે ગ્રાઉન્ડ ફ્લોર પર શરૂ થતા મહેસૂલ મંત્રીએ કરી પ્રશંસા