Home દેશ - NATIONAL એકનાથ શિંદેની પાર્ટીને મળ્યું ઢાલ અને તલવારનું ચૂંટણી ચિન્હ

એકનાથ શિંદેની પાર્ટીને મળ્યું ઢાલ અને તલવારનું ચૂંટણી ચિન્હ

45
0

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથ ‘બાલાસાહેબંચી શિવસેના’ને ચૂંટણી પંચે ચૂંટણી ચિન્હની ફાળવણી કરી દીધી છે. શિંદેની પાર્ટીને ઢાલ અને તલવારનું ચૂંટણી ચિન્હ મળ્યું છે. આ પહેલા તેણે પોતાની પસંદના ત્રણ ચૂંટણી ચિન્હોની યાદી મંગળવારે ચૂંટણી પંચને સોંપી હતી. ચૂંટણી પંચે ચૂંટણી ચિન્હ માટે પાર્ટી દ્વારા શરૂઆતમાં સોંપવામાં આવેલી યાદીને નકારી દીધી હતી. ચૂંટણી પંચે કહ્યું હતું કે શિવસેનાના એકનાથ શિંદે જૂથને બે તલવાર અને એક ઢાલ ચૂંટણી ચિન્હ ફાળવવામાં આવ્યું છે.

નોંધનીય છે કે ચૂંટણી પંચે શનિવારે શિવસેનાના બે જૂથ- ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા જૂથ અને શિંદેના નેતૃત્વવાળા જૂથને ત્રણ નવેમ્બરે અંધેરી પૂર્વ વિધાનસભા સીટ પર યોજાનારી પેટાચૂંટણીમાં પાર્ટીના નામ અને ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાનો પ્રતિબંધ લગાવી દીધો હતો. પંચે સોમવારે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા શિવસેના જૂથને મશાલ ચૂંટણી ચિન્હ ફાળવ્યું હતું. ચૂંટણી પંચે ઠાકરે જૂથ માટે પાર્ટીના નામના રૂપમાં ‘શિવસેના- ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે’ નામ ફાળય્યું, જ્યારે એકનાથ શિંદે જૂથને ‘બાલાસાહેબંચી શિવસેના’ (બાલાસાહેબની શિવસેના) નામ ફાળવ્યું હતું.

પરંતુ શિંદે જૂથના ચૂંટણી ચિન્હના રૂપમાં ત્રિશૂસ, ગદા અને ઉગતા સૂરજને નકારી દીધા હતા. ઠાકરે જૂથે ત્રિશૂલ તથા ઉગતા સૂરજને ચૂંટણી ચિન્હના રૂપમાં પોતાની પ્રથમ પસંદ ગણાવી હતી. ઉગતો સૂરજ દ્રવિડ મુનેત્ર કષગમનું ચિન્હ છે. પંચે શિંદે જૂથને મંગળવારે સવાર સુધી ચિન્હોની નવી યાદી સોંપવાનું કહ્યું હતું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડના પિતા પણ CJI હતા
Next articleરાજકોટના ગઢકાની જમીનના વિવાદમાં રાજપરિવારના 90 વર્ષના મોટા માતાનું અપહરણ