ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે તમામ પક્ષો દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હવે વિધાનસભાની ચૂંટણીને બે મહિનાનો સમયગાળો બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓનો દોર યથાવત કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ તમામ સમાજના આગેવાનો સાથે અને જ્ઞાતિ બેઝિક ઉપર પણ બેઠકોનો દોર યથાવત થઈ ગયો છે.
ત્યારે કોંગ્રેસના નેતાઓ પણ હવે લોકસંપર્ક સાધી રહ્યા છે અને લોકોના પ્રશ્નને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ હાથ ધરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠલગઢ ગામે માલધારી પંચાયત કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો દ્વારા યોજવામાં આવી હતી. આ પંચાયતમાં મોટી સંખ્યામાં સમગ્ર દશાડા મત વિસ્તારમાંથી માલધારીઓ જોડાયા હતા અને માલધારીઓના પ્રશ્નો અંગે કોંગ્રેસના ધારાસભ્યો સાથે ચર્ચા કરવામાં આવી હતી.
સમગ્ર ગુજરાતના માલધારી સમાજના આગેવાનો પણ આ કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યો સાથે માલધારી પંચાયતમાં જોડાયા હતા. ત્યારે વિઠલગઢ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને સવારે સંમેલન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ધારાસભ્ય નવસાદ સોલંકી, લાખા ભરવાડ, રઘુ દેસાઈ ત્રણેય ધારાસભ્યોએ હાજરી આપી હતી અને માલધારી પંચાયતમાં માલધારીઓના પ્રશ્નો અંગે વિગતો મેળવી અને સરકાર સુધી પહોંચાડવાનો ત્રણેય ધારાસભ્યો દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા માલધારી સમાજના જે પડતર પ્રશ્નો છે. તેનું સરકાર નિવારણ લાવે અને માલધારીઓને મળતા લાભો જેવા કે, ગૌચર જમીનો તથા ગૌચર જમીનો ઉપરના દબાણો દૂર કરે તેવા વગેરે પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સમગ્ર ગુજરાતમાંથી માલધારી સમાજના આગેવાનો આ પંચાયતમાં જોડાય અને તેમના પડતર પ્રશ્નો છે તે સરકાર તાત્કાલિક હલ કરે તેવી માગણી ધારાસભ્યોને સાથે રાખીને કરવામાં આવી હતી.
ત્યારે સમગ્ર દસાડા વિધાનસભા વિસ્તારના 2 હજારથી વધુ માલધારીઓ એકત્રિત થઈ અને માલધારી પંચાયતમાં જોડાયા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.