Home ગુજરાત વાસદાના MLA પર હુમલાને લઈને કોંગ્રેસના ગાંધી પ્રતિમા ખાતે ધરણા, કાર્યકર્તાઓની અટકાયત

વાસદાના MLA પર હુમલાને લઈને કોંગ્રેસના ગાંધી પ્રતિમા ખાતે ધરણા, કાર્યકર્તાઓની અટકાયત

42
0

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ કોંગ્રેસ આ મુદ્દાને ઉઠાવી રહી છે. ધારાસભ્યો ઉપર જીવલેણ થતો હોય તો કાયદા વ્યવસ્થાને લઈને સ્વભાવિક રીતે જ પ્રશ્નો ઊભા થાય છે. સત્તા પક્ષને સદબુદ્ધિ આવે તે માટે કોંગ્રેસ દ્વારા શાંતિપૂર્ણ રીતે ચોક વિસ્તારમાં ગાંધી પ્રતિમા ખાતે ધારણા કરવામાં આવ્યા હતા. પોલીસે દ્વારા કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત કાર્યકર્તાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી. આદિવાસી નેતા અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ કોંગ્રેસ અલગ અલગ કાર્યક્રમ આપી રહી છે.

રાજકીય રીતે આ મુદ્દો કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વનો બની ગયો છે. અનંત પટેલ ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે તે ભાજપના ઈશારે થયા હોવાનો આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. સત્તા પક્ષને સદબુદ્ધિ આવે અને સત્તાનો દુરુપયોગ ન કરીને કાયદો વ્યવસ્થા જળવાય તેના માટે પ્રયાસ કરવાના ભાગરૂપે ધરણા કરવામાં આવ્યા હતા. જોકે પોલીસે ધારણા સ્થળેથી કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

અમારા કોંગ્રેસના ધારાસભ્ય અને આદિવાસીઓના યુવા નેતા પર આ પ્રકારે જે જીવ પર જોખમ ઊભું થતું હોય તો એ ખરેખર ખૂબ જ નિંદનીય બાબત છે. સુરતના જ ગૃહ રાજ્યમંત્રી હોવાને કારણે સ્વાભાવિક રીતે જ આ વિસ્તારની અંદર કાયદો વ્યવસ્થા જળવાય તે ખૂબ જરૂરી છે. પરંતુ સમગ્ર ગુજરાતની વાત તો ખૂબ દૂર રહી તેમના પોતાના આસપાસના વિસ્તારમાં પણ આ પ્રકારની ઘટનાઓ થાય એ યોગ્ય નથી.

લોકોએ ચુટેલા પ્રતિનિધિ જ્યારે જાહેરમાં હોય અને તેના પર જીવલેણ હુમલો કરવામાં આવતો હોય તો એને કયા પ્રકારની વ્યવસ્થા માની શકાય. કોંગ્રેસ દ્વારા આજે શાંતિપૂર્ણ રીતે ધારણા કરવામાં આવી રહ્યા હતા છતાં પણ સુરત પોલીસ ભારતીય જનતા પાર્ટીના હિસાબે અમને ડીટેઇન કરી લીધા છે. હવે લોકશાહીમાં અવાજ ઉઠાવો પણ શક્ય નથી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field