બોર્ડર હોય કે ક્રિકેટની પીચ હોય ભારતનો પાડોશી દેશ હંમેશા ભારતને ઉશ્કેરતો આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની ક્રિકેટ ટીમના સારા પરફોર્મન્સના કારણે ટૂંડમિજાજી બનેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાએ એવું કંઈ કહ્યું કે, જેના કારણે અશ્વિને તેનો ખુલાસા સાથે જવાબ આપવો પડ્યો. રમીઝે થોડા સમય પહેલા કહ્યું હતું કે, રોહિત શર્મા એન્ડ ટીમ હવે, દિગ્ગજ અને શાનદાર ખેલાડીઓથી ભરેલી પાકિસ્તાનની ટીમની રિસ્પેક્ટ કરતી થઈ ગઈ છે. આ મામલે, પત્રકાર પરિસદને સંબોધી રહેલા ભારતીય ક્રિકેટર અશ્વિનને સવાલ પૂછતાં અશ્વિને રમીઝને સંભળાવી દીધું હતું.
અશ્વિને કહ્યું હતું કે, તમે લોકો કહો છો ત્યારે મને ખબર પડે છે કે કોઈએ આવી કોઈ કમેન્ટ કરી છે. ક્રિકેટની રમતમાં બંને દેશના કરોડો ફેન્સ જોડાયેલા છે. પોલિટિકલ ટેન્શનની સાથે મેચમાં પણ પ્રેશર હોય છે. જે પણ ખેલાડીઓ મેદાનમાં રમવા ઉતરે છે તેઓ પ્રામાણિકતાથી પોતાનું યોગદાન આપે છે અને હાર-જીત રમતનો ભાગ છે. રહી વાત સન્માન કરવાની તો, તે કોઈપણ વ્યક્તિ ઉપર છે કે, તે સામે વાળાને કઈ નજરથી જોવે છે. ગત વર્ષે દુબઈમાં યોજાયેલ ICC T20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું.
ICC વર્લ્ડ કપ મેચમાં પહેલીવાર પાકિસ્તાન ભારતને હરાવવામાં સફળ બન્યું હતું. આ કારણે ભારતીય ક્રિકેટ ટીમ વિશે પાકિસ્તાનીઓ દ્વારા અનેક નિમ્ન કક્ષાની કોમેન્ટ કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ICC T20 વર્લ્ડ કપ 2022 ઈવેન્ટમાં 23 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન ટકરાવવાના છે અને આ પહેલા બંને દેશના ફેન્સ અને પૂર્વ ક્રિકેટર એકબીજાની ટીમ વિશે વિવિધ કૉમેન્ટ્સ કરી રહ્યા છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.