જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ દેશના આગામી ચીફ જસ્ટિસ બનશે. હાલના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) યુયુ લલિતે પોતાના વારસદાર તરીકે એટલે કે દેશના આગામી CJI તરીકે કેન્દ્ર સરકારને જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડના નામની ભલામણ કરી છે. કેન્દ્રને પત્ર મોકલતા પહેલા ચીફ જસ્ટિસ યુયુ લલિતે આજે સુપ્રીમ કોર્ટના તમામ જજોની બેઠક બોલાવી હતી. પરંપરા મુજબ દેશના વર્તમાન CJI પોતાના વારસદારની ભલામણ કરનાર ઔપચારિક પત્ર સરકારને મોકલે છે. વાત જાણે એમ છે કે કેન્દ્ર સરકારે CJI યુયુ લલિત પાસે આગામી CJI ના નામની ભલામણ માંગી હતી. યુયુ લલિતનો કાર્યકાળ 8 નવેમ્બર સુધી છે. પરંપરા મુજબ CJI બીજા અન્ય વરિષ્ઠ જજના નામની ભલામણ સરકારને મોકલે છે.
હાલ સિનિયરિટીમાં જસ્ટિસ યુયુ લલિત બાદ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ બીજા નંબરે છે. આ એક પરંપરા છે જે મુજબ કેન્દ્ર તરફથી ઔપચારિક રીતે આગ્રહ કરાયા બાદ ચીફ જસ્ટિસ પોતાના રિટાયરમેન્ટના લગભગ મહિના પહેલા એક બંધ કવરમાં પોતાના વારસદારના નામની ભલામણ કરે છે. જો કે ચીફ જસ્ટિસ પોતાના બાદ આવતા સૌથી વરિષ્ઠ જજના નામની ભલામણ કરે છે, ત્યારબાદ સરકાર તેમની નિયુક્તિ કરે છે. ચીફ જસ્ટિસ યુયુ લલિતનો 74 દિવસનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે અને તેઓ 8 નવેમ્બરે રિટાયર થશે.
9 નવેમ્બરે જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ બે વર્ષ માટે દેશના આગામી ચીફ જસ્ટિસ હશે. હાલના નિયમ મુજબ જસ્ટિસ ચંદ્રચૂડ 11 નવેમ્બરે પોતાના 65માં જન્મદિવસના બરાબર એક દિવસ પહેલા 10 નવેમ્બર 2024ના રોજ રિટાયર થશે. સુપ્રીમ કોર્ટમાં શપથ ગ્રહણ દરમિયાન જ સ્પષ્ટ થઈ જાય છે કે કોણ ચીફ જસ્ટિસ બનશે અને તેમનો કાર્યકાળ કેટલો હશે. હાલના રેકોર્ડ મુજબ દેશને 2027માં પહેલા મહિલા ચીફ જસ્ટિસ મળશે. જસ્ટિસ બી વી નાગરત્ના માત્ર 27 દિવસ માટે દેશની સર્વોચ્ચ કોર્ટનું નેતૃત્વ કરશે. તેમના પિતા જસ્ટિસ ઈ એસ વેંકટરામૈય્યા પણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.