ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગતમાં યુનિવર્સિટી દ્વારા આચરવામાં આવેલ ગુણ સુધારણા કૌભાંડ ચર્ચામાં છે. આ કૌભાંડમાં કુલપતિ પોતાના મળતીયાઓને છાવરવાના ભાગરૂપે કોઈ કાર્યવાહી કરતા ન હોવાનો આક્ષેપો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો નિદત્ત બારોટ દ્વારા કરવામાં આવ્યા હતા.
નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ગુણ વધારવાના કૌભાંડ ઘણા સમયથી જ્યારે સામે આવ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓની વારંવાર રજૂઆત કરવા છતાં પણ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ડો.ચેતેન ત્રિવેદીએ તપાસ સમિતિ બનાવી તાત્કાલિક તપાસ થાય તેવું નાટક કર્યું છે.જેમાં નાના કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા જે બાબતે કોંગ્રેસે માંગ કરી હતી કે ગુજરાત કક્ષાએથી આ તપાસ કમિટીની રચના થાય અને આ કૌભાંડમાં કુલપતિ અથવા તો તેમના સાથેના સિન્ડિકેટ સભ્યો અને ડીન જવાબદાર છે કે
નહીં તેની તટસ્થ તપાસ થાય અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કુલપતિને હોદા ઉપરથી દૂર કરવામાં આવે ત્યારે રાજ્યપાલ કાર્યકારી કુલપતિ છે. ત્યારે હાલના કુલપતિ ચેતન ત્રિવેદીને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.