Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગરનાં છાલા પાસે ભાગેલા બુટલેગરને પોલીસે ઝડપ્યો, 3.13 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગરનાં છાલા પાસે ભાગેલા બુટલેગરને પોલીસે ઝડપ્યો, 3.13 લાખનો મુદ્દામાલ જપ્ત

27
0

ગાંધીનગરનાં ચંદ્રાલા ગામના નવા બનતાં બ્રીજ પાસેથી પૂરપાટ ઝડપે પસાર થતી દારૂ ભરેલી ઈકો કારને ઝડપી પાડવા ચીલોડા પોલીસે છાલા સુધી પીછો કર્યો હતો. જો કે છાલા પાસે કારને રેઢિયાળ મૂકીને ભાગેલા બુટલેગરને પકડી પાડવા પોલીસે દોડ પકડની રેસ પણ લગાવી હતી. પરંતુ બુટલેગર ખેતરોમાં થઈને નાસી જવામાં સફળ નિવડયો હતો. બાદમાં પોલીસે કારની તલાશી લઈ ગુપ્ત ખાના માંથી 119 નંગ દારૃની બોટલો સહિત 3.13 લાખનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

બુટલેગરો માટે આશીર્વાદ સમાન ચીલોડા હિંમતનગર હાઇવે પરથી છાસવારે દારૂની હેરફેર પોલીસ ઝડપી પાડતી રહેતી હોય છે. સાંજના સમયે ચીલોડા પોલીસ મથકના પીઆઈ એ એસ અસારીની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન ચંદ્રાલા ગામના નવા બનતાં બ્રીજ પાસેથી શંકાસ્પદ હાલતમાં ઈકો કાર પૂરપાટ ઝડપે પસાર થઈ હતી. ગાડીના ચાલકને રોકવા માટે ઈશારો કર્યો હતો. પરંતુ ગાડીના ચાલકે ગાડી હંકારી મુકી હતી. આથી પોલીસ ટીમે ઈકો ગાડીનો પીછો શરૂ કરી દીધો હતો.

ત્યારે છાલા ગામ પાસે પાલવ હોટલ નજીક ઈકો કાર મૂકીને ડ્રાઇવર ભાગ્યો હતો. એટલે પોલીસ ટીમે તેને ઝડપી પાડવા માટે દોડ પકડની રેસ લગાવી હતી. જો કે ડ્રાઈવર પોલીસને ચકમો આપીને પાલવ હોટલ પાછળના ખેતરોમાં થઈને ભાગી ગયો હતો. ​​​​​​​બાદમાં પોલીસે ગાડીની તલાશી લેતાં ગાડીમાં વચ્ચેની તેમજ પાછળની સીટ નીચે ગુપ્ત ખાના જોવા મળ્યા હતા. જે ગુપ્ત ખાના ખોલીને ચેક કરતાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 119 નંગ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.

જ્યારે ગાડીની વધુ તલાશી લેતાં અંદરથી એક વીમા પોલિસી પણ મળી આવી હતી. જેમાં ગાડીના માલિકનું નામ મોહનલાલ પ્રેમજી જોગી ( ઈ – 609,ગોકુલમ એપાર્ટમેન્ટ,ઉજાલા સર્કલ પાસે, સરખેજ) હોવાનું જાણવા મળ્યું હતું.

આ અંગે પોલીસે ગુનો નોંધી 63 હજાર 585 ની કિંમતનો દારૂનો જથ્થો તેમજ ઈકો કાર મળીને કુલ રૂ. 3.13 લાખનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમંત્રી અર્જુન મુંડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હૃદયસ્થાનેથી અદભૂત નજારો માણ્યો
Next articleવડોદરામાં એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં પાર્ટી કરતાં વિદ્યાર્થીઓનો વીડિયો થયો વાયરલ