Home દેશ - NATIONAL કેરળ હાઇકોર્ટે એક ચુકાદામાં દુષ્કર્મના આક્ષેપો મામલે આપ્યું એક મોટું નિવેદન

કેરળ હાઇકોર્ટે એક ચુકાદામાં દુષ્કર્મના આક્ષેપો મામલે આપ્યું એક મોટું નિવેદન

28
0

હાઈકોર્ટે એક ચુકાદામાં દુષ્કર્મના આક્ષેપો મામલે એક મોટું નિવેદન આપ્યું હતું જેણે ખાસ્સી ચર્ચા જગાવી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે લગ્નનો ખોટો વાયદો આપી દુષ્કર્મનાં કિસ્સામાં જો મહિલા અગાઉથી જાણતી હોય કે પુરુષ પરિણીત છે અને તો પણ શારીરિક બાંધવાનું ચાલુ રાખે તો તેવા કિસ્સામાં દુષ્કર્મનો કેસ નથી બનતો. જસ્ટિસ કૌસરની બેન્ચે આ મામલે ચુકાદો આપ્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે આ કિસ્સામાં શારીરિક સંબંધ પ્રેમનું પરિણામ હતો નહીં કે લગ્નનાં ખોટા વાયદાનું.

આ કેસના ચુકાદામાં જણાવાયું હતું કે, ”સ્વીકૃત હકીકત અનુસાર આ કેસમાં મહિલાએ પિટિશનર સાથે 2010થી સંબંધ બાંધ્યા હતા અને 2013 પછી એ જાણ્યા પછી પણ ચાલુ રાખ્યા હતા કે વ્યક્તિ પરિણીત છે. તેથી લગ્નનો ખોટો વાયદો કરીને શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ સાચી નથી સાબિત થતી. આ પ્રકારનો શારીરિક સંબંધ તેઓનાં પ્રેમનું પરિણામ છે અને તેને દુષ્કર્મ ગણી શકાય નહીં.

જો પુરુષ મહિલાને લગ્નનો ખોટો વાયદો કરીને મરજી મુજબ શારીરિક સંબંધ બાંધે અને પછી લગ્ન ન કરે તો કાયદાકીય રીતે IPC સેક્શન 376 અનુસાર તે ગુનો બને છે. કારણ કે અહીં કન્સેન્ટ એટલે કે મરજી ખોટા વાયદા કરીને લેવામાં આવી હતી. પરંતુ આ કિસ્સામાં તો પુરુષના લગ્નની માહિતી મહિલા જાણતી હોવા છતા તેણે સંબંધો ચાલુ રાખ્યા હતા જેથી તેને બંનેને એક સરખી રીતે લઈ શકાય નહીં.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleધાનેરા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન એક્ટના ગુનામાં નાસતા આરોપીને ગાંધીનગરની એસઓજીની ટીમે ઝડપ્યો
Next articleમેક્સિકોમાં રહસ્યમય રીતે ઝેર ખવડાવી દેવાની ત્રીજી ઘટનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફફડાટ