આદિપુરમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડીને 4 મહિલા સહિત 8 ખેલીઓને પકડી પાડ્યા હતા. શહેરના વંદના ગરબી ચોકની પાછળ વોર્ડ-4બીમાં મકાન નં. 262માં રહેતા આરોપી દુરૂબેન રમેશ ધનવાણી બહારથી ખેલીઓ બોલાવી તીનપતીનો જુગાર રમાડી નાલ ઉઘરાવતા હોવાના પૂર્વ બાતમીના આધારે આદિપુર પોલીસે કાર્યવાહી કરી હતી.
દરોડામાં મહિલા સંચાલિકા દુરૂબેન ધનવાણી, શિણાયનાં ઓમપ્રકાશ લાલચંદ લાલવાણી, આદિપુર સાધુવાસવાણી નગરનાં પિતામ્બર નોતનદાસ ઠાકુર, આદિપુર મૈત્રી રોડ સામે નવી પંદરવાડીનાં વાસુભાઈ ગીરધારીલાલ તેજવાણી, મેઘપર બોરીચી પુષ્પકોટેજનાં વાસુભાઈ કોટુમલભાઈ ભાગ્ય તથા આદિપુર વંદના ચોક 4બી પાસે રહેતા પાયલબેન બ્રીજેશભાઈ કેશનાણી, આદિપુર મૈત્રી સ્કુલ સામે રહેતા સીમાબેન નારાયણભાઈ મોનાણી, આદિપુર પ્રભુદર્શન હોલ સામે રહેતા શાંતિબેન અરજણદાસ દયારામાણીની પોલીસે ધરપકડ કરી હતી.
આ કાર્યવાહીમાં ખેલીઓ પાસેથી રોકડા રૂપિયા 23,700 સહિતનો મુદ્દામાલ હસ્તગત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.