Home ગુજરાત એમ.એન.કોલેજમાં વર્લ્ડ સ્પેસ વિકની થઇ ઉજવણી

એમ.એન.કોલેજમાં વર્લ્ડ સ્પેસ વિકની થઇ ઉજવણી

35
0

ઇસરોના વૈજ્ઞાનિકોની વિકાસ ગાથા અને સિધ્ધિઓનું પ્રદર્શન યોજાયું

આઝાદી સમયથી અજમેરથી અમદાવાદ વચ્ચે માત્ર એક જ વિસનગર ખાતે સરકારી કોલેજ એમ.એન કોલેજ હતી. આ કોલેજને 75 વર્ષ પુર્ણ થતા કોલેજનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. બે દિવસ ચાલેલા આ મ્હોસ્તવમાં અનેક કાર્યક્રમો, પ્રદર્શનો, પુસ્તક પ્રદર્શન, ઐતિહાસિક સિક્કા પ્રદર્શન, પૌરાણિક વસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ખાસ આપણા દેશની સંસ્થા ઈસરો દ્વારા પણ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે નાના શહેરોમાં લકઝરી બસમાં(સ્પેસ ઓન વહીલ) તેમજ જાહેર પ્રદર્શન અને સ્લાઈડ શો દ્વારા આપણી સિદ્ધિઓ અને વૈજ્ઞાનિક સંશોધનો લોકો સમક્ષ રજુ કરવામાં આવી રહ્યાં છે.

ખાસ કરીને યુવામાં વિજ્ઞાન પ્રત્યે રસ રુચિ જાગે અને લોકો આપણી વૈજ્ઞાનિક સિદ્ધિ અને સંશોધન જાણે એ આ પ્રદર્શનનો મુખ્ય આશય રહેલો છે. અમદાવાદ સ્થિત ઈસરો દ્વારા 50મો સ્પેસ પ્રદર્શન શો વિસનગર એમ એન. કોલેજ ખાતે યોજવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યના કેબિનેટમંત્રી ઋષિકેશ પટેલ માટે ઇસરોની ટીમ દ્વારા પ્રદર્શન રજૂ કરાયું હતું. આ પ્રદર્શન નિહાળી આરોગ્ય મંત્રીએ ઈસરોની પ્રદર્શનની ટીમને અભીનંદન આપ્યા હતા. મહિલાઓ, બાળકો અને યુવાનોએ બે દિવસ ચાલેલા પ્રદર્શનનો ખાસ લાભ મેળવી ઈસરોની માહિતી ઘર આંગણે મેળવી આંનદીત થયા હતા.

આ પ્રદર્શનમાં ભારતના વૈજ્ઞાનિકો, ખગોળ શાસ્ત્રી, ડો.વિક્રમ સારાભાઈ, ડો.હોમીભાભા ઉપરાંત અવકાશ યાત્રીઓ ડો.સુનિતા વિલિયમ, ડોં કલ્પના ચાવલા, રાકેશ શર્માનીં પણ સિદ્ધિઓ દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત મંગળયાન, ચંદ્ર યાન, સેટેલાઇટ કેવી રીતે કામ કરે, રોકેટ લૉન્ચર કેવી રીતે કાર્ય કરે તેની માહિતી આપવામાં આવી હતી. ચંદ્રયાન-1 ભારતનું પ્રથમ ચંદ્ર અભિયાન, મંગળ પરિભ્રમણ અભિયાન, સુદૂર સંવેદનનો પરીચય, ભારતમાં સુદૂર સંવેદનની શરુઆત: એક ઐતિહાસિક ઝાંખી, સુદૂર સંવેદનના ઉપયોગો, સંદેશાવ્યવહાર ઉપગ્રહ, મોબાઈલ ઉપગ્રહ સેવા, (એમએસએસ) ઉપયોગો, સેટેલાઈટ ફોન–ઉપગ્રહ દ્વારા બે તરફી, ધ્વનિસંચાર સાથેના સંદેશવ્યવહાર ટર્મિનલ ઉપગ્રહના અંગો ક્યાં ક્યાં હોય છે.

સુક્ષ્મતરંગ (માઈક્રોવેવ), સુદૂર સંવેદન, જીપીએસ આધારિત જીઓ વર્ધિત નૌવહન (ગગન), ભારતના ભૂ-અવલોકન ઉપગ્રહો, ભારતના ભૂ-સ્થિર ઉપગ્રહો વગેરેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field