Home ગુજરાત પોરબંદરમાં ટોળા પ્રકરણમાં 15 ની અટકાયત, અગાઉ ઝડપાયેલ 27 આરોપીઓ જેલ

પોરબંદરમાં ટોળા પ્રકરણમાં 15 ની અટકાયત, અગાઉ ઝડપાયેલ 27 આરોપીઓ જેલ

32
0

પોરબંદરમાં દરગાહ પરનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જેથી લોકોના ટોળા એકત્ર થયા હતા અને રોડ પર ઉતરી આવ્યા હતા જેથી પોલીસે કોઈ હંગામો ન થાય તે માટે ટોળાને અટકાવવા જતા ટોળા માંથી પથ્થરમારો કરવામાં આવતા પોલીસે 125 શખ્સો સામે નામજોગ અને 1000 જેટલા સ્ત્રી પુરુષ સામે ગુન્હો નોંધ્યો હતો જેમાં વધુ 15 જેટલા શખ્સની પોલીસે ધરપકડ કરી છે. પોરબંદર જિલ્લાના અમુક વિસ્તારોમાંથી ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

જેમાં ઓરિએન્ટ ફેકટરી પાછળ આવેલ મુરાદશાહ પીરની દરગાહ પાસેનું દબાણ દૂર કરવામાં આવતા લઘુમતી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને લોકોના ટોળાઓ રસ્તા પર નીકળી આવ્યા હતા. કોઈ હંગામો ન થાય અને વાતાવરણ તંગ ન થાય તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે ટોળાને અટકાવવા પ્રયાસ કરવામાં આવતા કેટલાક અસામાજીક તત્વો દ્વારા પોલીસ પર પથ્થર મારો કરવામાં આવતા 5 પોલીસ જવાનને ઈજા પહોંચી હતી.

પોલીસે 3 રાઉન્ડ ટિયરગેસ છોડ્યા હતા અને હળવો લાઠીચાર્જ કર્યો હતો. બાદ ગેરકાયદેસર મંડળી રચી મંડળીને વિખેરાઈ જવાનું જણાવવા છતાં જાણી જોઇને મંડળીમાં ચાલુ રહી, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા કાર્યરત પોલીસની જીંદગી જોખમાઈ તે રીતે બેફીકરાઈથી પથ્થર તથા ધારધાર માર્બલના ટુકડાનો મારો કરી પાંચ પોલીસ કર્મચારીને ઈજા પહોચાડી, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા કાર્યરત કર્મચારી ની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી,

પોરબંદરના હથીયાર જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબત 125 સ્ત્રી પુરુષ સામે નામજોગ ગુન્હો દાખલ કર્યો છે આ સિવાય ટોળામાં જે કોઈ તપાસમાં ખૂલે તેવા અજાણ્યા 1000 જેટલા સ્ત્રી પુરુષ સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી જેમાં 27 શખ્સને પોલીસે ઝડપી લીધા હતા અને કોર્ટમાં રજુ કર્યા બાદ તેઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વિડિયો ગ્રાફી અને સીસીટીવી ફૂટેજ તપાસ શરૂ કરી છે અને વધુ 15 જેટલા શખ્સની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે એસઆરપીની ટીમ તથા અન્ય જિલ્લાની પોલીસને બોલાવી સઘન કોમ્બિંગ હાથ ધર્યું છે

અને ખાસ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે હાલ સ્થિતિ પોલીસના નિયંત્રણમાં છે, પરંતુ ઈદનો તહેવાર હોવાથી પોલીસે ખાસ વિસ્તારોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. તાજેતરમાં દરગાહ પરના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવતા લોકોના ટોળા રસ્તા પર ઉતરી ગયા હતા જેથી ધર્ષણ થતા ટોળા સામે ગુન્હો દાખલ કર્યો છે.

અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઈદનો તહેવાર છે જેથી કોઈ પણ વ્યક્તિ દ્વારા સોશ્યલ મીડિયામાં ખોટો પ્રચાર કરવો નહિ. અને અફવા ફેલાવવી નહિ તેમજ અફવામાં આવી જવું નહિ. જો કોઈ વ્યક્તિ સોશ્યલ મીડિયામાં ખોટો પ્રચાર કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

ઈદનો તહેવાર હોવાથી આ તહેવારને અનુલક્ષીને કોઈ અનિરછનીય બનાવ ન બને તે માટે પોલીસે ફ્લેગમાર્ચ, કોમ્બિંગ કર્યું છે તેમજ ડ્રોન કેમેરા દ્વારા ગતિવિધિ પર વોંચ રાખવામાં આવી રહી છે તેવું પોલીસ અધિકારીએ જણાવ્યું છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field