Home ગુજરાત કેન્દ્રીય કાયદા મંત્રીએ આપ પર ગુજરાતના ભાવનગર ખાતે શાબ્દિક પ્રહારો કર્યા

કેન્દ્રીય કાયદા મંત્રીએ આપ પર ગુજરાતના ભાવનગર ખાતે શાબ્દિક પ્રહારો કર્યા

27
0

કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુએ આપ પર ગુજરાતના ભાવનગર ખાતે શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે હિન્દુ અને બૌદ્ધ બધા એક જ છે. આપના નેતા કેજરીવાલ સમાજને તોડવા વિવાદિત નિવેદન આપે છે. જોકે ગુજરાતના લોકો સમજદાર છે. અહીં કેજરીવાલને આવવા દેશે નહિ. ગુજરાતમાં ભાજપ માટે નબળી ગણાતી 83 બેઠકો પર વધારે ભાર મુકવા માટે હાઇકમાન્ડે સૂચના આપી છે. ખાસ કરીને આ બેઠકો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આવેલી હોવાથી આ વિસ્તારોમાં કેન્દ્રીય નેતાઓના વધુમાં વધુ ચૂંટણી પ્રવાસ ગોઠવાઇ રહ્યાં છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેર થાય તે પહેલાં સાતથી વધુ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં ચૂંટણી જાહેર સભાઓને સંબોધન કરશે. 2017 પછી બીજીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત માટે સ્ટાર કેમ્પેઇનર બની રહ્યાં છે. દિલ્હીથી વડાપ્રધાન અને ગૃહમંત્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ કૃષ્ણપાલ ગુર્જર, મહેન્દ્ર મુજપરા, પુરૂષોત્તમ રૂપાલા, સ્મૃતિ ઇરાની, મિનાક્ષી લેખી, બીએલ વર્મા, વિરેન્દ્રસિંહ કલોલ, નિરંજન જ્યોતિ, અજય ભટ્ટ, ભૂપેન્દ્ર યાદવ અને કિરણ રિજ્જુના પ્રવાસ ગોઠવાયા છે. આ ગૌરવ યાત્રાનો પ્રારંભ જે.પી નડ્ડાને અમિત શાહ કરાવશે. મિશન 182 માટે ભાજપની પુરજોશમાં તૈયારી ચાલી રહી છે.

નોંધનીય છે કે છેલ્લા ચાર દિવસમાં જ મોદી સરકારના 3 જેટલા મંત્રીઓ ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. એવામાં ચૂંટણી ટાણે મોદી સરકારના મંત્રીઓ ગુજરાતમાં આવીને ચૂંટણી પ્રચારના ધમધમાટમાં સહભાગી થશે. તાજેતરમાં જ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમાં તેમણે કમલમમાં એક બાદ એક ભાજપના હોદ્દેદારો સાથે ચૂંટણી લક્ષી બેઠકો કરી હતી. એવામાં સ્પષ્ટ છે કે, ભાજપ આ ચૂંટણીમાં મિશન 182 માટે કમર કસી લીધી છે અને વધુથી વધુ બેઠકો જીતવા માટે પ્રયાસ કરી રહ્યું છે. ગ્રામ વિકાસ મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર વિરમગામ અને ધોળકા મત વિસ્તાર મુલાકાતે જશે.

સંરક્ષણ અને પ્રવાસનમંત્રી અજય ભટ્ટ અરવલ્લીના તથા મોડાસા શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અમરેલીની સાવરકુંડલા અને રાજુલા ખાતે જશે. કાયદાને ન્યાય અધિકારીતા મંત્રી કિરણ રિજ્જુ ભાવનગરના મહુવા વિસ્તારનો પ્રવાસ કરશે. ન્યાય મંત્રી પ્રતિભા ભૌમિક બનાસકાંઠાના પાલનપુર, એમ.એસ.એમ ઈ મંત્રી ભાનુપ્રતાપસિંહ વર્મા બોટાદ અને ગઢડા મુલાકાતે જશે. ગ્રામ્ય વિકાસ મંત્રી ગિરિરાજસિંહ ગિરિરાજ, ગીર સોમનાથના સોમનાથ અને ઉનાનો પ્રવાસ થશે જ્યારે સામાજિક ન્યાય મંત્રી પ્રતિભા ભૌમિક સિદ્ધપુરનો પણ પ્રવાસ કરશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહારાષ્ટ્રના નાસિકમાં બસમાં ભીષણ આગ લાગી, 10 લોકોના થયા મોત
Next articleપંજાબના મોહાલી પોલીસે આરપીજી એટેક મામલે માસ્ટરમાઇન્ડ સગીરને ફૈઝાબાદથી પકડ્યો