જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં દ્રાસમાં ચાલી રહેલા સુરક્ષાદળોના એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર થયા છે. આ ત્રણેય આતંકી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. આ અથડામણ મંગળવાર સાંજે શરુ થઈ હતી. આ ઉપરાંત મૂલુમાં સુરક્ષાદળ અને આતંકીઓની વચ્ચે અથડામણમાં પણ એક આતંકી માર્યો ગયો છે. એડીજીપી કશ્મીરે જણાવ્યું છે કે, શોપિયાંના દ્રાસમાં ચાલી રહેલા સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે અથડામણમાં ત્રણ આતંકી માર્યા ગયા છે.
આ ત્રણેય આતંકી સ્થાનિક છે અને જૈશે મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. ત્યાર બાદ લગભગ બે કલાક પહેલા સુરક્ષાદળો અને આતંકીઓની મુલૂમાં અથડામણ શરુ થઈ છે. અહીં પણ એક આતંકી ઠાર થયો છે. અહીં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ગોળીબાર હાલમાં પણ ચાલું છે. પોલીસના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા બે આતંકી હનાન બિન યાકૂબ અને જમશેદ હાલમાં જ એસપીઓ જાવેદ ડાર અને પશ્ચિમ બંગાળના એક મજૂરની હત્યામાં સામેલ હતા.
આપને જણાવી દઈએ કે, એસપીઓની બત્યા ગત 2 ઓક્ટોબરના રોજ આતંકીઓએ કરી હતી. આ ઉપરાંત આતંકીઓએ વચ્ચે ગત 24 સપ્ટેમ્બરે બંગાળમાં મજૂરની હત્યા કરી હતી. ગત 2 ઓક્ટોબરે પુલવામાંના પિંગલાનામાં CRPF અને પોલીસની સંયુક્ત પાર્ટી પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં એસપીઓ જાવેદ અહમદ ડારે ડ્યૂટી દરમિયાન પોતાનો જીવ ખોયો હતો.
આ અગાઉ ગત 2 ઓક્ટોબરે શોપિયાંના બસકુચાનમાં સુરક્ષાદળો અને આતંકીઓની અથડામણમાં એક આતંકી માર્યો ગયો હતો. તેમાં 2-3 આતંકી ભાગવામાં સફળ રહ્યા હતા. માર્યા ગયેલા આતંકી લશ્કરે તૈયબા સંગઠન સાથે જોડાયેલા હતા. રવિવારની સવારે સુરક્ષાદળોએ શોપિયાના બસકુચાનમાં 2-3 આતંકીઓને ઘેરી લીધા હતા. જે બાદથી સતત બંને તરફથી ગોળીબાર થાય છે. આતંકીની ઓળખાણ નૌપારા બસકુચાનના રહેવાસી નસીર અહમદ ભટ્ટ તરીકે થઈ છે. જે આતંકી સંગઠન લશ્કરે તૈયબા સાથે જોડાયેલ હતો.
જમ્મુ કાશ્મીર પોલીસે એડીજીપીએ જણાવ્યું હતું કે, માર્યા ગયેલા લશ્કરના આતંકી પાસેથી દારુ ગોળા, પિસ્તોલ, એકે રાઈફલ્સ સહિત કેટલાય હથિયાર જપ્ત કર્યા હતા. તે કેટલાય આતંકી ગુનામાં સામેલ હતો. અને હાલમાં જ એક અથડામણમાં બચી નિકળ્યો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.