ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ 41 વર્ષથી પોલોગ્રાઉન્ડ ખાતે દશેરા નિમિત્તે રામલીલા અને રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પુતડાંનું દહનનો કાર્યક્રમ યોજે છે. રામલીલામાં 35 જેટલા કલાકારો પાત્ર ભજવે છે. દશેરામાં યોજાતી રામલીલાના રીહર્સલ માટે તમામ કલાકારો છેલ્લા 25 દિવસથી 75 કલાક જેટલું રીહર્સલ કર્યું છે.ઉપરાંત તમામ કલાકારો હનુમાન ચાલીસાનો પાઠ કર્યા પછી જ રીહર્સલ ચાલુ કરે છે. ઉલ્લેખનિય છે કે, રામલીલા અને નવરાત્રના પગલે ચાલુ વર્ષે ભરતનું પાત્ર કરનારા આબીદ મુસ્તાક શેખ છેલ્લા 1 મહિનાથી નોનવેજ ખાવાનો પણ ત્યાગ કરી દિધો છે.
શહેરમાં યોજાતા પુતડા દહનના કાર્યક્રમમાં પુતડાં બનાવવા માટે કારીગર ખાસ આગ્રાથી આવ્યાં હતાં. કોરોનાના બે વર્ષ બાદ ચાલુ વર્ષે મોટી સંખ્યામાં લોકો રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ જોવા માટે ઉમટશે. લોકોમાં ભાઈચારો વધે તે માટે પ્રથમ વખત ચાલુ વર્ષે રામલીલામાં ભરતનો રોલ ઉમેરવામાં આવ્યો છે. પોલોગ્રાઉન્ડમાં 55 ફુટનો રાવણ અને 50-50 ફુટના મેઘનાદ અને કુંભકર્ણના પુતડા લાવી દેવાયા છે.
જેને ઉભા કરી દેવાયા છે. દર વર્ષે રામલીલા નિહાળવા 2 લાખ જેટલા લોકો પોલોગ્રાઉન્ડ ખાતે પહોચે છે. કોરોનાના સમયમાં દશેરાના દિવસે પરંપરા જાળવવા માટે પોલોગ્રાઉન્ડ ખાતે મુખ્ય પાત્રોએ માત્ર 15 મીનીટ માટે રામલીલા ભજવી હતી. જ્યારે કલાકારોએ શ્રી રામની આરતી,હનુમાનચાલીસાના પાઠ અને હવનના કાર્યક્રમનું આયોજન પણ કર્યું હતું.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.