ગુજરાત હાઇકોર્ટે ગુજરાતી નહીં ભણાવતી રાજ્યની પ્રાથમિક શાળાઓની એનઓસી રદ કરવા રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી નહીં ભણાવવા મુદ્દે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે. હાઇકોર્ટે ટકોર કરી હતી કે શું સરકાર ગુજરાતી ભાષાને બોર્ડની પ્રાથમિક સ્કૂલોમાં ભણાવવા સક્ષમ નથી? સરકાર દરેક એજયુકેશન બોર્ડ પર પોતાનો નિયમ એકસરખો રાખી કેમ શકતી નથી? જે પ્રાથમિક સ્કૂલો ગુજરાતી ભાષા ન ભણાવે તેમની સ્કૂલનું એનઓસી પાછું ખેંચી લીધું છે.
અન્ય રાજ્યોમાં સ્થાનિક ભાષાને ભણાવવાનું કડકપણે પાલન થાય છે. ગુજરાતમાં જ ઉદાસીન વલણ કેમ છે? હાઇકોર્ટે આ અંગે સરકારને જવાબ રજૂ કરવાનો આદેશ કરીને વધુ સુનાવણી 14મી પર નક્કી કરી છે. ગુજરાત બોર્ડ સિવાયના શૈક્ષણિક બોર્ડની પ્રાથમિક સ્કૂલોમાં ગુજરાતી ભાષાને ભણાવાતી નથી. ગુજરાતી વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષા શીખી શકતા નથી તે કરુણ બાબત છે.
તાજેતરમાં મેળવેલી માહિતી પ્રમાણે 22 ગુજરાતી સ્કૂલો બંધ થઇ ગઇ છે. સરકારે ગુજરાત બોર્ડ અને અન્ય બોર્ડની તમામ પ્રાથમિક સ્કૂલોમાં એકસરખી નીતિ બનાવવી જોઇએ. બેન્ચે સવાલ કર્યો હતો કે સરકારનું કેમ કાંઈ ચાલતું નથી? તમે કેમ અમલ નથી કરાવી શકતા? બાદમાં બેન્ચે ઉમેર્યું હતું કે
જે રાજ્યનાં બાળકો માતૃભાષા જાણતા ન હોય એ રાજ્યની સંસ્કૃતિ લાંબો સમય ટકતી નથી. અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજી શીખવાડવામાં આવે છે પરતું ગુજરાતી નહીં.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.