છેલ્લા એક વર્ષમાં ગુજરાતી મહિલાઓએ 13026 કરોડની લોન મેળવી છે. છેલ્લા એક વર્ષમાં સરેરાશ દસ લાખથી વધુ મહિલા ઉદ્યોગ સાહસિકોએ બેન્કો પાસેથી લોન મેળવી હોવાનો નિર્દેશ સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી ના અહેવાલમાં રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં મહિલાઓ દ્વારા સૌથી વધુ ગ્રૃહ ઉદ્યોગ, ટેક્સટાઇલ-એપરલ, હેન્ડીક્રાફ્ટ, ફુડ સેક્ટર, જેમ્સ-જ્વેલરી સેક્ટરમાં મોટા પાયે વેપાર કરી રહી છે. એક તરફ વ્યાજદર વધી રહ્યાં છે બીજી તરફ બેન્કો નાણાથી છલકાઇ રહી છે અને ધિરાણ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આરબીઆઇએ પણ સંખ્યાબંધ છૂટછાટો આપેલી છે.
વ્યાજદર વધારો થઇ રહ્યો છે પરંતુ ત્વરિત લોન મંજૂરી, હળવી શરતો અને તમારી ઇચ્છા મુજબની પુન: ચૂકવણી મુદત જેવાં પ્રોત્સાહનોનો સપોર્ટ રહ્યો છે. ગુજરાતીઓએ કુલ 74362 કરોડની લોન લીધી છે. એટલું જ નહિં વ્યાજદરમાં સતત વધારો થઇ રહ્યો હોવા છતાં પણ સલામત રિટર્નના કારણે લોકોએ બેન્કોમાં ડિપોઝિટી ગત જૂન ક્વાર્ટરની તુલનામાં વધીને 91320 કરોડની મુકી છે. આર્થિક સંકટ, મોંઘવારી, કાચા માલની ઊંચી કિંમતો સાથે-સાથે વ્યાજદર વઘારા વચ્ચે પણ ગુજરાતમાં તમામ સેક્ટરમાં વિસ્તરણની કામગીરી જોવા મળી છે
જેના પરિણામે ગ્રાહકોની લોન લેવા પ્રત્યે ઝડપી વૃદ્ધિ થઇ છે. તહેવારોના કારણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મોટા ભાગની બેન્કો ધિરાણને જૂન કરતા વધુ વેગ આપશે. ક્રેડિટ કાર્ડ, હોમ-ઓટો, પર્સનલ મોર્ગેજ તેમજ કોર્પોરેટ લોન લેવામાં ગુજરાતીઓની ડિમાન્ડ અન્ય રાજ્યોની તુલનાએ ઘણી વધુ છે. સંકટ વચ્ચે પણ લોન લેનાર ગ્રાહકોમાં સૌથી વધુ ડિમાન્ડ એમએસએમઇ, ઓટો-એગ્રિસેક્ટરમાં જોવા મળી રહી છે. નેશનલાઇઝ્ડ બેન્કોનો ધિરાણ રેશિયો કોવિડ પૂર્વે હતો તે અત્યારે ક્રોસ થઇ ચૂક્યો છે.
સર્વિસ પ્રોવાઇડર બેન્ક પ્રત્યે ગ્રાહકો સૌથી વધુ આકર્ષાઇ રહ્યાં છે. બેન્ક ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ ભાર આપી રહી છે. એનબીએફસી સેક્ટરમાં 15-20 ટકાનો સુધારો જોવા મળ્યો છે. આગામી બે-ત્રણ ક્વાટરમાં હજુ ધિરાણની માગ વધુ રહે તેવી શક્યતા છે. ખાસકરીને એમએસએમઇ સેક્ટર દ્વારા લોનનું પ્રમાણ વધ્યું છે. લોન લીધા બાદ રિ-પેમેન્ટમાં (રિકવરી) રેટમાં ગુજરાતીઓ અન્ય રાજ્યો કરતા ઘણા આગળ છે.
ડિજિટલ માધ્યમ દ્વારા ઇએમઆઇ ચૂકવણીમાં દેશભરમાં ગુજરાત ટોચના સ્થાને રહ્યું છે. 30-35 ટકાથી વધુ ગ્રાહકોએ ડિજિટલ મોડનો ઉપયોગ કરી રહ્યાં છે. તેથી બેન્કો પણ લોન આપવા માટે ઉત્સુકતા દાખવી રહી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.