Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં બોગસ બિલિંગ માટે લેવાયેલા 100થી વધુ શંકાસ્પદ જીએસટી નંબર પકડાયા

અમદાવાદમાં બોગસ બિલિંગ માટે લેવાયેલા 100થી વધુ શંકાસ્પદ જીએસટી નંબર પકડાયા

37
0

એસજીએસટી ડિપાર્ટમેન્ટે શહેરના શંકાસ્પદ નંબરોનું સ્થળ વેરિફિકેશન શરૂ કર્યું છે. તપાસમાં મોટાપાયે બોગસ બિલિંગ માટે નંબર લેવાયા હોવાનું બહાર આવ્યું છે. જીએસટી સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર શહેરમાં અંદાજે 100 કરતા વધારે બોગસ નંબરો શોધી કઢાયા છે. આ ઉપરાંત હજી દરેક ઘટકના આસિસ્ટન્ટ કમિશનર તેમજ તેમની ટીમ તપાસ ચલાવી રહી છે.

વેપારીઓના સ્થળ અને રહેઠાણ ઉપર અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. વેપારીઓને ત્યા તપાસના અંતે બે સાક્ષીઓને બોલાવી સહી લેવાની હોવાથી વેપારી માટે સાક્ષી લાવવા મુશ્કેલ થઇ ગયું હતું. શંકાસ્પદ નંબરોની તપાસમાં મોટી સંખ્યામાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે.

આ નંબરો બોગસ પેઢીના નામે શરૂ કરાયા હોવાનું બહાર આવ્યું છે. આવા નંબરો ત્વરીત બ્લોક કરીને કરેલા વ્યવહારોની તપાસ હાથ ધરાઈ છે. રાજ્યમાં કરાયેલી તપાસમાં અંદાજે 4 હજારથી વધુ નંબર પકડાયા છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં જૂની અદાવતમાં એક યુવક પર બે વ્યક્તિઓએ છરીથી હુમલો કર્યો
Next articleઆર્થિક સંકટ વચ્ચે પણ ગુજરાતી મહિલા આંત્રપ્રેન્યોરે 13026 કરોડની લોન લીધી