એક ફૂટબોલ મેચ દરમિયાન આટલી ભયંકર હિંસા થશે તેની કોઈને સપને ખ્યાલ નહિ હોય અને આ હિંસામાં અનેક લોકોના જીવ હોમાઈ ગયા અને જેની જો સંખ્યા જોઈએ એતો વિચારી જ ન શકાય અને આટલી બધી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે તેના વિષે જાણવું પણ વિચારવા જેવું છે અને આ વાત છે ઈન્ડોનેશિયાની, અહીં મેચ દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 174 લોકોએ જીવ ગુમાવ્યા. આ ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા છે.
એક ટીમ મેચ હારી ગયા બાદ આ હિંસા ભડકી ઉઠી હતી. એએફપી ન્યૂઝ એજન્સીએ પોલીસના હવાલે આ જાણકારી આપી. પૂર્વ જાવામાં એક મેચ દરમિયાન ટીમ હારી જતા નારાજ થયેલા ફેન્સે ફૂટબોલ મેદાન પર પહોંચીને હુમલો કર્યો. મૃતકોમાં બે પોલીસકર્મી પણ સામેલ છે.
ન્યૂઝ એજન્સીએ પૂર્વ જાવાના પ્રમુખ નિકો અફિન્ટાના હવાલે જણાવ્યું કે સ્ટેડિયમની અંદર જ 34 લોકોએ જીવ ગુમાવ્યા. બાકીના લોકોના હોસ્પિટલમાં મોત થયા. ઈન્ડોનેશિયામાં Persebaya Surabaya એ Arema FC ને 3-2થી હરાવીને ફૂટબોલ મેચ જીતી લીધી હતી. ત્યારબાદ Arema FC ના હજારો ફેન્સ મેદાનમાં ઘૂસી ગયા અને હિંસા શરૂ કરી દીધી. સ્થાનિક પોલીસ અને ઈન્ડોનેશિયાના સશસ્ત્ર દળો મેદાનમાં પહોંચ્યા અને Persebaya Surabaya ના ખેલાડીઓને સુરક્ષા આપવામાં આવી.
સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ પીચ પર સુરક્ષાદળો અને ફેન્સ વચ્ચે ઝપાઝપી થઈ. આ દરમિયાન ફેન્સે સુરક્ષાકર્મીઓ પર વસ્તુઓ ફેંકવાની શરૂ કરી દીધી. ભીડને કાબૂમાં કરવા માટે ટીયરગેસના શેલ છોડવામાં આવ્યા. પીટી લીગા ઈન્ડોનેશિયા બારુ (LIB) ના અધ્યક્ષ અખમદ હદિયન લુકિતાએ આ ઘટના પર કહ્યું કે અમે આ ઘટનાથી ચિંતિત છીએ અને દુ:ખ છે. અમે સંવેદના જતાવીએ છીએ અને આશા છે કે આ આપણા બધા માટે એક પાઠ હશે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.