ભુજ એસટી બસ સ્ટેશન પર પોલીસ ચોકી ન હોવાથી ઉપરાંત તહેવારોને લઇ પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. જેને કારણે તસ્કર ગેંગને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ બસમાં ચડવાની ભીડનો લાભ લઇને આપી રહ્યા છે. ચોરીને અંજામ જેમાં ગત 26મીના મુન્દ્રાના બારોઇના આધેડના રોકડ રૂપિયા શેરવી લેવાયા તો, બીજા જ દિવસે ગાંધીધામની મહિલામાંથી 1.75 લાખનું તો, શુક્રવારે મુન્દ્રાની મહિલાના ગળામાંથી 1.40 લાખના મંગળસૂત્રની ચોરી કરી જતાં પાંચ દિવસમાં જ ત્રીજો બનાવ સામે આવ્યો હતો. બનાવને લઇ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ નખત્રાણાના મોટી ગોંધીયાર ગામના હાલ મુન્દ્રા રહેતા રાકોરબા દોલતસિંહ સોઢા તેમના પતિ સાથે ભુજ ખાનગી હોસ્પિટલમાં દવા લેવા માટે સવારે ભુજ આવ્યા હતા. બાદમાં બપોરે દોઢ વાગ્યે મુન્દ્રા જતી એસટી બસમાં ફરિયાદી દંપતિ ચડી રહ્યા હતા. ત્યારે બસમાં ચડવા ધકામૂકી થઇ હતી. તે દરમિયાન કોઇ અજાણ્યો શખ્સ ફરિયાદીના ગળામાં પહેરેલું ચાર તોલાનું મંગળસૂત્ર ખેંચી ગયો હતો. બસમાંથી ઉતરી ફરિયાદી દંપતિએ તપાસ કરતાં કોઇ ભાડ ન મળતાં ભુજ એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ત્રણ દિવસ પહેલા ગાંધીધામ રહેતા હંસાબેન ભુજથી નલિયાની બસમાં ચડવા જતાં તેમનું રૂપિયા 1.75 લાખનું મંગળસૂત્ર ખેંચી જવાયું હતું. તો, એ બનાવના આગલા જ દિવસે મુન્દ્રાના બારોઇ રહેતા બારોઇના આધેડ સાથે બસમાં ચડવાની ધક્કામૂકીમાં પેન્ટના ખીસ્સામાંથી એક લાખ રૂપિયા સાથેની થેલી શેરવી જવાઇ હતી. આમ પાંચ દિવસની અંદર ભુજ એસટી બસ સ્ટેશન પર ત્રીજી ઘટના બનતાં પ્રવાસીઓમાં ભારે ચિંતા વ્યાપી છે. હાલ પોલીસે મહિલાની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે.
પરંતુ એસટી બસ સ્ટેશન પર પ્રજાની સુરક્ષા માટે પોલીસ વિભાગે વધુ સભાનતા દાખવે એ જરૂરી છે. હાલ માતાનામઢના પદયાત્રીઓનો તેમજ અન્ય મુસાફરોને કારણે બસ સ્ટેશન પર ભારે ભીડ વધી છે. ત્યારે પ્રજાના જાન માલની રક્ષા કરવાની જવાબદારી જેમના પર છે. તે પોલીસ તંત્ર સઘન પેટ્રોલીંગ કરે તેવી પ્રવાસીઓમાં માંગ ઉઠી છે.
લોટસ કોલોનીમાં રહેતા અસલમભાઇ ઇશાકભાઇ સમા સાંજે જી.કે.જનરલ હોસ્પિટલામં તેમના ભાઇ સારવાર માટે દાખલ હોઇ પોતાની માલિકીની 80 હજારની કિંમતની મોટર સાયકલ જી.કે.ના પાર્કિગમાં પાર્ક કરીને ભાઇને મળવા હોસ્પિટલ અંદર ગયા હતા. દરમિયાન અડધા જ કલાકમાં કોઇ અજાણ્યો શખ્સ બાઇકની ચોરી કરી નાસી ગયો હતો. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.