મોરબીના વેપારીને અમદાવાદના બે ભેજાબાજ ભટકાઇ ગયા હતા અને પોતે કોઇ સારી કંપનીમાં ડિરેક્ટર હોઇ, સરકારમાં ઉંચી પહોંચ હોવાનું જણાવી નાની સૂની નહીં, 75 લાખની છેતરપિંડી આચરી નાસી છૂટ્યા હતા. ભારત સરકારમાં વિદેશ વિભાગમાં કર્મચારી તરીકેની પણ ઓળખ આપનારા આ બન્ને કળાકાર સામે મોરબીના વેપારીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી આરંભી છે.
વેપારીઓ પણ ક્યારેક આવા કળાકારોની લોભામણી વાતોમાં આવીને ફસાઇ છે લાખોનું નુકસાન કરી બેસે છે. જેઠવા સ્ટોન નામની પેઢી ચલાવતા અનીલ જમનાદાસ ઠક્કરે અમદાવાદમાં મીકામી ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર પંકજકુમાર ફકિરચંદ સોલંકી તેમજ પોતાને કેન્દ્ર સરકારના વિદેશ વિભાગમાં મહત્વની કામગીરી કરતા હોવાનું જણાવતા પ્રેમ સાગર ફકીર ચંદ સોલંકીએ પોતે રાજપુત સમાજના હોવાની ઓળખ આપી વિશ્વાસમાં લીધા હતા
અને ટીંબડી ગામ પાસે આવેલા નવ રચના સ્ટોન પ્રોડક્ટ યુનિટમાં તેમની પાસેથી રૂ 75 લાખ જેટલી રકમ તેમની પેઢીમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ રકમ લીધા બાદ તેઓએ સમયસર પરત ન કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને પંકજકુમાર અને અને પ્રેમ સાગરે તેમની સાથે રૂ 75 લાખની છેતરપીંડી કરી હોવાનું સામે આવતા જમનાદાસે બન્ને શખ્સ વિરુદ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
હાઇટેક યુગમાં સાયબર ક્રાઇમના વધતા બનાવો છતાં વેપારીઓ કે ઉદ્યોગપતિઓને આવી રીતે લોભામણી વાતોમાં આવીને વધુ વેપાર કરી લેવાના શોર્ટકટ અપનાવવા જતાં નુકસાની સહેવી પડી રહી છે, ત્યારે આવા કિસ્સાઓમાં જાગૃતિ અને સજાગતા જ વધુ ઉપયોગી નિવડે છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.