વલસાડ જિલ્લામાં વેબપોર્ટલ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો ઓનલાઇન નામ નોંધણી કરીને ઉપલબ્ધ રોજગારીની તકો શોધી શકે છે અને ખાલી જગ્યાઓ સામે ઉમેદવારી નોંધાવી રોજગારી મેળવી શકે તેવી કવાયત ચાલી રહી છે. જે અંતગર્ત વાપી,સરીગામ, ઉમરગામ સહિત જિલ્લાના જીઆઇડીસી એસ્ટેટમાં 7527 ઉમેદવારોને નોકરીના નિમણૂંકપત્રો અપાશે.
નાણામંત્રીના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી રોજગારના 15 અને એપ્રેન્ટિીસના 10 મળી કુલ 25 લાભાર્થીઓને એનાયતપત્રો આપી પ્રારંભ કરાયો હતો. શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા પારડી ઓડિટોરિયમ હોલમાં રોજગાર નિમણૂંકપત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે
વલસાડ જિલ્લો ઔદ્યોગિક રીતે ધમધમતો આ વિસ્તાર છે જેને લીધે એને આનુષાંગિક રોજગાર પણ મળી શકે છે.રાજયમાં છેલ્લા 5 વર્ષમાં 1577068 યુવાનોને રોજગારી આપવામાં આવી છે. તૈ પૈકીના 6407 ભરતી મેળામાં આયોજન થકી 870262 યુવાનોને રોજગારી આપવામાં આવી છે. વલસાડ જિલ્લામાં 5 વર્ષમાં 12783 યુવાનોને રોજગારી આપવામાં આવી છે.
રોજગારી પુરી પાડવામાં ગુજરાત પ્રથમક્રમે રહ્યો છે. આ કાર્યક્રમમાં મંત્રી અને મહાનુભાવનોના હસ્તે જિલ્લાના રોજગાર અને એપ્રેન્ટીસના યુવાનોને સ્ટેજ પરથી 15 રોજગાર અને 10 એપ્રેન્ટીસ મળી કુલ 25 લાભાર્થીઓને નિમણૂંકપત્રો એનાયત કર્યા હતા. જિલ્લાના રોજગારના 6645 અને એપ્રેન્ટીસના 882 મળી કુલ 7527 લાભાર્થીઓને નિમણૂંકપત્રો આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, વલસાડના સાંસદ ડો. કે. સી. પટેલ, વલસાડ અને ધરમપુરના ધારાસભ્યો ભરતભાઇ પટેલ અને અરવિંદભાઇ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેંમત કંસારા,વીઆઇએ પ્રમુખ કમલેશ પટેલ, વીઆઇએ સેક્રેટરી સતીષ પટેલ, પારડી પ્રાંત અધિકારી ડી. જે. વસાવા, મામલતદાર આર.આર. ચૌધરી, મદદનીશ મજૂર આયુકત જે. આર. જાડેજા, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના નાયબ નિયામક ડી. કે. વસાવા હાજર રહ્યા હતાં.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.