Home ગુજરાત પીએમના કાર્યક્રમ માટે ટાર્ગેટ છે 1000 બસનો, વોર્ડ દીઠ 30થી વધુ જશે...

પીએમના કાર્યક્રમ માટે ટાર્ગેટ છે 1000 બસનો, વોર્ડ દીઠ 30થી વધુ જશે બસ

29
0

29મીએ વડાપ્રધાન મોદી લિંબાયત નીલગીરી ખાતે પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન માટે આવી રહ્યા છે ત્યારે સ્થાનિક તંત્ર અને ભાજપ સંગઠન મેદની ભેગી કરવા કામે લાગી ગયું છે. સુરત શહેર અને જિલ્લા ભાજપ દ્વારા એક લાખથી વધુની જનમેદની ભેગી કરવા કામે લાગી ગયું છે. શહેરમાં પ્રત્યેક વોર્ડને 30થી વધુ બસ કરવા સૂચના અપાઇ છે, સાથે જ ખાનગી વાહનો મારફતે પણ મહત્તમ લોકો કાર્યક્રમમાં આવે એ માટે આયોજન કરવા કહેવાયું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સવા લાખ લોકોની ગણતરી સાથે આયોજન કરાયું છે. જિલ્લામાં પણ મિટિંગનો દોર ચાલી રહ્યો છે. ગામ પ્રમાણે વ્યક્તિઓ ભેગા કરવામાં આવી રહ્યા છે. સૂત્રોની વાત માનીએ તો પહેલા 700 બસનો અંદાજ હતો પણ હવે સરકારી અને ખાનગી મળી 1000 બસનો ટાર્ગેટ નક્કી કરાયો છે.પીએમની સભામાં મહત્તમ લોકો લાવવા વોર્ડ દીઠ સૂચના અપાઇ છે. ભાજપના હોદ્દેદારો દ્વારા બેનરો લગાવાયા છે.

કોટ વિસ્તારમાં ભાજપના વિનોદ રાણા અને આશા જરીવાળા દ્વારા બેનર લગાવાયેલા બેનર મુજબ, બસમાં નાસ્તા પાણીની વ્યવસ્થા રખાઇ હોવાનું જણાવવામાં આવ્યું છે. વહેલા તે પહેલાના ધોરણે આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

29મી સપ્ટેમ્બરે વડાપ્રધાન લિંબાયતમાં મર્હષી આસ્તિક સ્કુલના ગ્રાઉન્ડમાં બનેલા હેલીપેડ પર ઉતરાણ કરશે. ત્યાથી મીડલ રીંગરોડ થઇને સભાસ્થળ સુધી જશે આ રસ્તે રોડ શોનુ આયોજન કરાયું છે. 20 સ્થળે સ્ટેજ ગોઠવી જુદા જુદા સમાજ અને સંસ્થાઓ દ્વારા સ્વાગતનું આયોજન કરાયું છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતે કબડ્ડીમાં સેકન્ડ નંબર ગોવાને હરાવીને અપસેટ સર્જ્યો
Next articleલગ્નની ના પાડતા યુવતીના પરિવારને યુવકે અંગતપળોના ફોટો મોકલી દીધા