Home દેશ - NATIONAL ફાલ્ગુની પાઠકે નેહા કક્કરના ગીત પર એવી શું કોમેન્ટ કરી?… જાણો શું...

ફાલ્ગુની પાઠકે નેહા કક્કરના ગીત પર એવી શું કોમેન્ટ કરી?… જાણો શું છે સમગ્ર મામલો

44
0

બોલિવૂડ નેહા કક્કરનું નવું ગીત ‘ઓ સજના…’ 19 સપ્ટેમ્બરે રિલીઝ થઈ ચૂક્યું છે. આ ગીત ‘મૈંને પાયલ હૈ ખનકાઈ…’ ગીતનું ઓફિશિયલ રિમિક્સ છે. 1999માં રિલીઝ થયેલા આ ઓરિજિનલ ગીતમાં ફાલ્ગુની પાઠકે અવાજ આપ્યો હતો. હવે નેહાએ આ જ ગીતને રિમિક્સ કરતાં ફાલ્ગુની પાઠકે રિએક્શન આપ્યું છે. કે ઓરિજિનલ ગીતમાં ઘણી સરળતા હતી, જે લોકોને ગમતી હતી.

તાજેતરમાં તેની ગીત લૉન્ચ ઇવેન્ટમાં ફાલ્ગુની પાઠકે ‘ઓ સજના…’ ગીત પર રિએક્શન આપ્યું હતું. ફાલ્ગુની પાઠકે જણાવ્યું હતું કે હું મારા તમામ ચાહકોનો આભાર માનું છું, જેમણે અત્યારસુધી મારું ઓરિજિનલ ગીત પસંદ કર્યું છે. એ ગીતમાં સાદગી હતી. મેં હજી સુધી નેહા કક્કરના ગીત ‘ઓ સજના…’નો વીડિયો જોયો નથી. એ સમયમાં બનાવવામાં આવેલાં ગીતો, વીડિયો, ગીતો અને સંગીતમાં સાદગી હતી. આ બાબત ખૂબ મહત્ત્વની છે. કદાચ આ એ વસ્તુ છે, જે લોકો બહુ જ યાદ કરી રહ્યા છે.

આજકાલ ગીતોનાં રિમિક્સ કરવામાં આવી રહ્યાં છે, એમાંનાં કેટલાંક ખૂબ સારાં છે, પરંતુ લોકોએ ગીત બનાવતી વખતે એ ધ્યાનમાં રાખવું જોઈએ. કદાચ તેથી જ લોકોને આ ગીતોને નાપસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, નેહા કક્કરનું ગીત જ્યારથી રિલીઝ થયું છે ત્યારથી વિવાદોમાં આવી ગયું છે. ફેન્સ સોશિયલ મીડિયા પર કમેન્ટ્સ કરી રહ્યા છે. ફેન્સે નેહા કક્કરને ખરું ખોટું સંભળાવ્યું. એક ફેન્સે તો નેહાની વિરુદ્ધ 7 વર્ષની કેદની માગ કરી દીધી.

સાથે જ લોકોએ નેહા પર ગીતનું રીમેક કરી તેમના બાળપણની યાદોને બરબાદ કરી નાખવાની વાત કહી દીધી. ઉલ્લેખનીય છે કે નેહા કક્કરના ગીત ‘ઓ સજના…’ને યુટ્યૂબ પર અત્યાર સુધીમાં 18 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, તો ઘણા લોકો આ ગીતની ટીકા પણ કરી રહ્યા છે. વર્ષ 1999માં રિલીઝ થયેલું ફાલ્ગુની પાઠકનું ગીત ‘મૈંને પાયલ હૈ ખનકાઈ…’ને અત્યાર સુધીમાં 35.1 કરોડ લોકો યુટ્યૂબ પર જોઈ ચૂક્યા છે.

આ ગીતમાં વિવાન ભટેના, નિખિલા ભટેના અને અવની વસા જોવા મળ્યાં હતાં, તો બીજી તરફ નવા રિમિક્સ ગીતમાં નેહા કક્કર, પ્રિયંક શર્મા અને ધનશ્રી વર્મા જોવા મળી રહ્યાં છે. આ પહેલીવાર નથી, જ્યારે નેહા કક્કરે રિમિક્સ ગીતમાં પોતાનો અવાજ આપ્યો હોય. અગાઉ નેહાએ ઘણાં ગીતો, જેવા કે ‘દિલબર’, ‘તુ ચીઝ બડી હૈ મસ્ત…’, ‘સાકી સાકી…’, ‘આશિક બનાયા આપને…’, ‘માહી વે…’, ‘શેહર કી લડકી…’, ‘ગુર નાલ ઇશ્ક મીથા…’ જેવાં અનેક ગીતો ગાયાં છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફિલ્મ ‘નિકાહ’ રિલીઝના 40 વર્ષ પૂરા થવા પર જાણો રસપ્રદ વાતો…
Next articleશું રાજામૌલીની આગામી ફિલ્મમાં મહેશ બાબુ સાથે હોલિવૂડ સુપરસ્ટારની થશે એન્ટ્રી!..