પલસાણા તાલુકાના તુંડી ગામની સીમમાં આવેલ શ્રી હરિ ફાર્મ હાઉસમાં જુગાર રમતા 11 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી 14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો.સુરત જિલ્લા એલસીબીની ટીમ રાત્રે પલસાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે પલસાણા તાલુકાના ગામની સીમમાં આવેલા શ્રી હરિ ફાર્મ હાઉસના મકાનમાં બારડોલી નો સોહેલ ઉર્ફે લંગડો કમરૂદ્દીન શેખ તથા ફાર્મ હાઉસ માલિક બહારથી માણસો બોલાવી જુગાર રમે છે.
આ બાતમીના આધારે પોલીસે છાપો મારી સ્થળ પર જુગાર રમી રહેલા 11ની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 1,55,420, મોબાઈલ ફોન 12 નંગ કિંમત રૂપિયા 1,47,500, ત્રણ ફોરવીલ કાર કિંમત રૂપિયા 11,00,000 મળી ફૂલ 14 લાખ 2હજાર 420 નો મુદ્દા માલ કબજે કર્યો હતો. અને જેમાં 11 આરોપીઓના નામ આ રીતે છે.
જેમાં બંસરાજ શર્મા, સોહેલ ઉર્ફે લંગડો કમરૂદીન શેખ, ફિરોજખાન અહમદખાન પઠાણ, સાજીદ મુસી દુધાત, અકરમ ફારૂક પટેલ, મનસુર વેલજીભાઇ પરબતાણી, મુકેશકુમાર કાંતીલાલ સિંહા, જ્ઞાનેશ્વર અરુણભાઇ મહાજન, ધવલભાઇ દિપકભાઇ પ્રજાપતી, પ્રિતેશસિંહ રાજેન્દ્રસિંહ ચૌહાણ, કરીમભાઇ પ્યારઅલી ભીમડીયા, જેને વોન્ટેડ જાહેર કર્યો છે તેનું નામ બાબુભાઇ રાખોલીયા છે અને આ પકડાયેલા 11 આરોપી જુગારીયાઓ છે જેમની નામ પ્રમાણે ઓળખ કરવામાં આવી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.